<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

કાશ્‍મીર વિધાનસભા ચુંટણી મેદાનમાં છે રપ ઉગ્રવાદી અલગાવવાદી અને કટ્ટરપંથી સભ્‍યો

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ર૦: જમ્‍મુ કાશ્‍મીરમાં ચાલી રહેલ વિધાનસભા ચુંટણીમાં રપ થી વધારે પૂર્વ આતંકવાદીઓ, અલગાવવાદી અને જમીયત-એ-ઇસ્‍લામીના સભ્‍યો લડી રહ્યા છે, જે આ ક્ષેત્રના રાજકીય પરીદ્રશ્‍યમાં આવેલ એક મહત્‍વનો ફેરફાર દર્શાવે છે.

આ ઉમેદવારોમાં ઝફર હબીબ ડાર, જાવિદ હુબ્‍બલી અને આગા મુંતઝિર જેવા ભૂતપૂર્વ અલગાવવાદી નેતાઓ અથવા તેમના સગા સામેલ છે. આ ઉપરાંત જેકેએલએફના પૂર્વ કમાંડર ફારૂક અહમદડાર જેવા પૂર્વ આતંકવાદી અને કેટલાય જેઇઆઇ સભ્‍યો પણ વિભીન્‍ન બેઠકો પર ચુંટણી લડી રહ્યા છે.જેઇઆઇએ રણનીતિક રૂપે લગભગ ૧પ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં દક્ષિણ કાશ્‍મીરના પુલવામાં, કુલગામ, જૈન પોરો અને દેવસરથી સાથે સાથે ઉત્તરમાં બીરવાહ, લંગેટ, બાંદીપોરા, બારામુલ્લા, સોપોર અને રાફીયા બાદ સામેલ છે. મુખ્‍ય ઉમેદવારોમાં તલત મજીદ, સયાર અહમદ અને હાફીઝ મોહમ્‍મદ સામેલ છે, જે આ સંગઠન પર પ્રતિબંધ છતાં ચુંટણી લડી રહ્યા છે.

પૂર્વ આતંકવાદી ફારૂક અહદમ ડાર, જે સૈફુલ્લાહ ફારૂકના નામે પણ ઓળખાય છે, હબ્‍બા કદલ મતવિસ્‍તારમાંથી સમાજવાદી પાર્ટીની ટીકીટ પર લડી રહ્યા છે. ફારૂક ૧૯૮૯માં ઉગ્રવાદ સાથે જોડાઇને પાકિસ્‍તાનમાં હથિયારોની ટ્રેનીંગ લીધી હતી અને હવે પોતાના નિર્ણય પર પસ્‍તાઇ રહ્યા છે.

પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે એ વખતે બધાએ બંદૂકો ઉઠાવી હતી. કાશ્‍મીર પાકિસ્‍તાની એજન્‍ટોએ અમને ગુમરાહ કર્યા હતા. એક વર્ષ આતંકવાદમાં રહ્યા પછી તેમણે પોલીસ સમક્ષ આત્‍મસમર્પણ કર્યું હતું. અને લગભગ પાંચ વર્ષ જેલમાં વિતાવ્‍યા હતા.

(3:14 PM IST)