<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

દિલ્‍હીની લેડી ડોન કાજલની ક્રાઇમ કુંડળી

ગેંગસ્‍ટર સાથે જીમમાં મુલાકાત, પછી દોસ્‍તી, પ્રેમ અને ગુંડાગીરીઃ યુપી પોલીસે કાજલ ખત્રી પર રાખ્‍યું હતું મોટું ઇનામ

નોઇડા તા. ર૦: નોઇડામાં જાન્‍યુઆરી મહિનામાં ગેંગવોરમાં થયેલ બહુચર્ચિત હત્‍યા કેસમાં ગેંગસ્‍ટર કપિલ માન ઉર્ફે કલ્લુની પ્રેમિકા કાજલ ખત્રીને દિલ્‍હી પોલીસાની ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. કાજલ ખત્રીએ પૂછપરછમાં ઘણાં ખુલાસઓ કર્યા છે. અત્‍યાર સુધીની તપાસમાં સામે આવ્‍યું છે કે ગેંગસ્‍ટર કપિલ માન સાથે તેની મુલાકાત ર૦૧૬માં એક જીમમાં થઇ હતી. શરૂઆતમાં તેણે પોતાને એક સ્‍પોર્ટસ પર્સન ગણાવ્‍યો હતો. પછી બન્‍ને વચ્‍ચે પ્રેમ થયો હતો. ત્‍યારબાદ બન્‍નેએ ઘણી ઘટનાઓને અંજામ આપ્‍યો હતો.

યુપી પોલીસે કાજલ પર રપ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. કપિલના કહેવા પર કાજલે એક શૂટરની વ્‍યવસ્‍થા કરી હતી. બે શૂટરોની વ્‍યવસ્‍થા કપિલે પોતે કરી હતી. આ ત્રણ શૂટરોએ મકોકા કેસમાં દિલ્‍હીની જેલમાં કેદ ગેંગસ્‍ટર પરવેશ માનના ભાઇ સૂરજ માનની ગોળીઓ મારીને હત્‍યા કરી હતી.

દિલ્‍હી પોલીસે રર જાન્‍યુઆરીએ બે શૂટર અને ર૯ જાન્‍યુઆરીએ ત્રીજા શૂટર નવીન શર્માને ઝડપી લીધા હતા. નવીન શર્માએ જણાવ્‍યું કે તેને કાજલે સૂરજની હત્‍યા કરવા કહ્યું હતું.આ બહુચર્ચિત હત્‍યા કાંડમાં ફરાર કાજલને પકડવા માટે દિલ્‍હી પોલીસની ક્રાઇમ બ્રાંચના ઇન્‍સ્‍પેકટર સંદીપ તુષારને જવાબદારી સોંપાઇ હતી. તેમની ટીમે એક મહિનાથી વધારે સમયના ફીલ્‍ડ વર્ક દ્વારા આરોપીઓની માહિતી એકઠી કરીને સોનીપતની એક હોટલમાંથી કાજલ ખત્રીને ઝડપી લીધી હતી. 

(3:17 PM IST)