<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

૫-૫ પત્‍નિ તોય દર વર્ષે પતિ કરે છે ફરી લગ્ન

રડતા રડતા પહેલી પત્‍નિએ હવે જણાવી પતિની નવી ઇચ્‍છા

ગ્‍વાલિયર, તા.૨૦: મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયરમાં એક મહિલાએ પોતાના જ પતિ પર પાંચ લગ્ન કરવાનો આરોપ લગાવ્‍યો છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ દર વર્ષે નવા લગ્ન કરે છે. પતિ વિરૂદ્ધ તેણે વર્ષ ૨૦૨૨માં કેસ નોંધાવ્‍યો હતો.

મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયરમાં એક મહિલાએ પોતાના જ એન્‍જિનિયર પતિ સામે ગંભીર આરોપ લગાવ્‍યા છે. ડીએસપી પાસે મદદ માંગતા તેણે કહ્યું મારો પતિ દર વર્ષે નવી દુલ્‍હન સાથે લગ્ન કરી રહ્યો છે. અત્‍યાર સુધી તે પાંચ લગ્ન કરી ચુકયો છે. તેના સામે મેં કેસ પણ નોંધાવ્‍યો છે. પરંતુ હજુ સુધી પોલીસે તેની ધરપકડ નથી કરી. હવે પતિ વિદેશ ભાગવાની તકમાં છે. મહિલાએ પોતાની આપવિતી સંભળાવતા ડીએસપીએ પોલીસને મામલામાં એક્‍શન લેવાના આદેશ આપ્‍યા છે.

પીડિત મહિલાનું નામ મમતા જમરા છે. તે ગુરૂવારે એસપી ઓફિસ પહોંચી. તેણે રડતા રડતા ડીએસપીને પોતાની આપવિતી સંભળાવી. તેણે જણાવ્‍યું મારા લગ્ન ૨૩ મે વર્ષ ૨૦૧૮માં મુરાર તિકોનિયા નિવાસી રમેશ સિંહ શેખરના દિકરા રૂસ્‍તમ સિંહ શેખર સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અને સાસરીયા મને દહેજ માટે હેરાન કરતા હતા. હું બધુ સહન કરતી રહી એમ વિચારીને કે પતિ સુધરી જશે. પરંતુ જ્‍યારે પતિ અને સાસરીયા ન સુધર્યા તો મેં તેમના સામે ૨૦૨૨માં કેસ નોંધાવ્‍યો. તે કેસ હજુ કોર્ટમાં શરૂ નથી થયો. ફરિયાદી મહિલાએ પતિ પર આરોપ લગાવ્‍યો છે કે લગ્ન બાદથી તેનો સોફ્‌ટવેર એન્‍જિનિયર પતિ કંપનીના કામની વાત કહીને મોટાભાગે ઘરેથી ગાયબ જ રહેતો હતો. એવામાં જ્‍યારે તેણે તપાસ કરી તો ખબર પડી કે પતિના અનેક અફેર ચાલી રહ્યા છે.તેના બાદ તો તેનાથી પણ વધારે ચોંકાવનારી ખબર સાંભળવા મળી. પતિ પોતાના હાઈ પ્રોફાઈલ સ્‍ટેટસનો હવાલો આપતા દર વર્ષે નવા લગ્ન કરતો. આ બધુ જાણીને તેના પગ નીચેથી જમીન શરકી ગઈ.

ડીએસપીને મહિલાને જણાવ્‍યું કે હવે મારે પતિ વિદેશ ભાગવાના પ્રયત્‍નમાં છે. હું ઈચ્‍છુ છું કે તેનો પાસપોર્ટ અને અન્‍ય દસ્‍તાવેજ જપ્ત કરી લેવામાં આવે. મને આ મામલામાં બસ ન્‍યાય જોઈએ છે બીજુ કંઈ નહીં. ડીએસપી કિરણ અહિરવારે મહિલાની વાત સાંભળીને પોલીસને આદેશ આપ્‍યા કે આરોપીના સામે એક્‍શન લેવામાં આવે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

(3:43 PM IST)