તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
લાલુની મુશ્કેલીઓ વધી, નોકરીના બદલામાં જમીન મામલે થશે કેસ : ગૃહ મંત્રાલયે આપી મંજૂરી
સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટે આ માહિતી આપી

નવી દિલ્હી તા. ૨૦ : લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. ગૃહ મંત્રાલયે CBIને લાલુ યાદવ વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં આ માહિતી આપી છે. વાસ્તવમાં, સીબીઆઈએ આ કેસમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી.
૨૮ ફેબ્રુઆરીએ કોર્ટે આ કેસમાં પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવને જામીન આપ્યા હતા. સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે ૨૦૦૪ અને ૨૦૦૯ ની વચ્ચે ભારતીય રેલ્વેના વિવિધ ક્ષેત્રોમાં જૂથ ‘ડી' પોસ્ટ્સ પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી, જેના બદલામાં તેઓએ લાલુના પરિવારના સભ્યોને મોટા ડિસ્કાઉન્ટ પર જમીનના ટુકડાઓ વેચ્યા હતા. લાલુ યુપીએ-૧ સરકારમાં રેલવે મંત્રી હતા.
એક અધિકારીએ કહ્યું, ‘તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે આરોપીઓએ રેલવે અધિકારીઓ સાથે મળીને કાવતરૂં ઘડ્યું અને જમીનના બદલામાં લોકોને તેમના પોતાના અથવા તેમના નજીકના સંબંધીઓના નામ પર ‘વિકલ્પો' તરીકે નિયુક્ત કર્યા. ‘આ જમીન પ્રવર્તમાન સર્કલ રેટ કરતા ઓછી કિંમતે અને માર્કેટ રેટ કરતા ઘણી ઓછી કિંમતે હસ્તગત કરવામાં આવી હતી.'
આ કેસમાં કોર્ટે અખિલેશ્વર સિંહ અને તેમની પત્ની કિરણ દેવીને પણ સમન્સ મોકલ્યા છે. તેઓ એકે ઈન્ફોસિસ લિમિટેડના ડિરેક્ટર પણ હતા. આ મામલામાં પહેલીવાર તેજ પ્રતાપ યાદવને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે લાલુ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, અખિલેશ્વર સિંહ, હજારી પ્રસાદ રાય, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ, કિરણ દેવીને ૭ ઓક્ટોબરે સમન્સ પાઠવ્યા છે. આ મામલામાં તેજપ્રતાપ યાદવને પ્રથમ વખત સમન્સ મોકલવામાં આવ્યું છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
