તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર 140 મિસાઇલો છોડ્યા, ભારે નુકસાનની આશંકા
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધ્યો :લેબનોન સમર્થિત હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં એક પછી એક ત્રણ હુમલા કર્યા.

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.લેબનોન સમર્થિત હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા.આ ત્રણ હુમલામાં હિઝબુલ્લાહના આતંકવાદીઓએ લગભગ 140 મિસાઈલો છોડી હતી. આ હુમલામાં થયેલા નુકસાનની હજુ સુધી જાણકારી મળી નથી
અગાઉ પેજર અને વાયરલેસ જેવા નાના ઉપકરણો દ્વારા લેબનોનમાં સેંકડો લોકોને નિશાન બનાવ્યા પછી, ઇઝરાયેલે ગુરુવારે મોડી રાત્રે હિઝબોલ્લાહ સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. સેનાએ કહ્યું કે ફાઇટર પ્લેન્સે બોમ્બમારો કરીને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો જે ઇઝરાયલ તરફ છોડવાના હતા .
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે યુદ્ધ વિમાનોએ બપોરથી મોડી રાત સુધી લગભગ એક હજાર બેરલ ધરાવતા લગભગ 100 રોકેટ લોન્ચર પર હુમલો કર્યો. IDF કહે છે કે તે તેના દેશની રક્ષા કરવા માટે હિઝબોલ્લાહ આતંકવાદી સંગઠનની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતાઓને નષ્ટ કરવા માટે હુમલો કરવાનું ચાલુ રાખશે
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
