તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
જમ્મુ-કાશ્મીરમાં બડગામમાં મોટી દુર્ઘટના : BSF જવાનોને લઈ જતી બસ ખાડામાં પડી : ત્રણ જવાન શહીદ :28 ઘાયલ
બસ બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં ખાડામાં પડી:બસમાં BSFના 36 જવાનો સવાર હતા

જમ્મુ કાશ્મીરના બડગામ વિસ્તારમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. બીએસએફ જવાનોને લઈ જઈ રહેલી બસ ખાડામાં પડી ગઈ હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો હાજર છે. અહેવાલો અનુસાર, બસ દુર્ઘટનામાં 28 સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
મળતી વિગત મુજબ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. બીએસએફ જવાનોને લઈ જઈ રહેલી બસ ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. બે ડઝનથી વધુ જવાનો ઘાયલ થયા છે. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
બસ બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં ખાડામાં પડી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બસમાં BSFના 36 જવાનો સવાર હતા. બસ રોડ પરથી લપસીને ખાડામાં પડી હતી. અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બીએસએફના ત્રણ જવાન શહીદ થયા છે. જ્યારે બે ડઝનથી વધુ જવાનો ઘાયલ થયા છે
ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ મામલે તપાસ શરૂ કરી છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
