તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
પ્રાણીની ચરબી ધરાવતું ઘી કેવી રીતે પકડાયું? તિરુપતિ મંદિર ટ્રસ્ટે જણાવી સિલસિલાબંધ વિગતો
ક્યારે ટેન્ડર બહાર પાડયા ? ક્યારે ફાઇનલ કરાયું અને ક્યારે સપ્લાઈ થયું ? કેટલા ટેન્કર ઘી મોકલ્યું અને કેટલા ટેન્કરમાં ગેરરીતિ જણાઈ : સમગ્ર મામલો મહિનાઓ જૂનો

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદમ લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ અને પ્રાણીની ચરબીના તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાના દાવાને લઈને રાજકારણ ગરમાયું છે. એઆર ડેરી કંપની મંદિરમાં લાડુ બનાવવા માટે ઘી સપ્લાય કરતી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ એક દિવસ પહેલા આવો દાવો કર્યો હતો, ત્યારબાદ (19 સપ્ટેમ્બર)ના અહેવાલમાં તેની પુષ્ટિ કરવામાં આવી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે દાવો કર્યો હતો કે તેઓએ 12 માર્ચ, 2024ના રોજ ઘીની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં 8 મેના રોજ ટેન્ડર ફાઇનલ કરવામાં આવ્યું હતું. જે બાદ તમિલનાડુની એઆર ડેરીને આ ઓર્ડર મળ્યો છે. કારણ કે, આ કંપનીએ શુદ્ધ ગાય ઘીની કિંમત 319 રૂપિયા પ્રતિ કિલો દર્શાવી હતી
TTD અનુસાર, આ કંપનીએ 6 જુલાઈ અને 12 જુલાઈના રોજ ચાર ટેન્કર મોકલ્યા હતા. અગાઉ 15 થી 6 જુલાઇ સુધીમાં આ કંપનીએ 6 ટેન્કર મોકલ્યા હતા. જેમાંથી એક ટેન્કરમાં 15 હજાર લીટર ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું, પરંતુ 6 જુલાઇએ મોકલવામાં આવેલા 2 ટેન્કરના અને 12મી જુલાઇએ 2 ટેન્કરના સેમ્પલમાં ગેરરીતિ આચરવામાં આવતાં તેને ગુજરાત મોકલી દેવામાં આવ્યું હતું અને બાકીના ટેન્કરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
જોકે, હાલમાં તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે ખરીદવામાં આવતા ગાયના ઘીની કિંમત 478 રૂપિયા પ્રતિ લીટર છે. જે કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે. હકીકતમાં, વર્ષ 2023 માં, જ્યારે સરકારી ડેરી કર્ણાટક મિલ્ક ફેડરેશને 320 રૂપિયાના ભાવે ઘી સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો અને ટેન્ડરની બહાર હતી. આ પછી ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ 5 ખાનગી કંપનીઓને આપવામાં આવ્યો હતો.
આ 5 કંપનીઓમાંથી એક તમિલનાડુની કંપની એઆર ડેરી અને એગ્રો ફૂડ્સે 320 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઘી આપવાનું ટેન્ડર આપ્યું હતું. જે બાદ તેનું ટેન્ડર સ્વીકારવામાં આવ્યું હતું અને 12 માર્ચે ટેન્ડર સબમિટ કરવામાં આવ્યું હતું. આ સાથે 8મી મેના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને 15મી મેના રોજ સપ્લાય ઓર્ડર આપવામાં આવ્યો હતો. 20 દિવસ પછી ઘીનો પુરવઠો શરૂ થયો. આ કંપનીએ ઘીના કુલ 10 ટેન્કર સપ્લાય કર્યા હતા. તેમાંથી 6નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાઈ ત્યારે લાડુનો સ્વાદ અને ગુણવત્તા ઘટી હોવાની ફરિયાદ ઉઠી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ બાબતે નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ દરમિયાન, સમિતિને તમામ 5 સપ્લાયરોના ઘીનું પરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં એ.આર.ડેરી અને એગ્રો ફૂડના સેમ્પલમાં આંતરિક ગેરરીતિઓ જણાઈ હતી, બાકીના ચાર ટેન્કરોને અલગ કરી દેવામાં આવ્યા હતા અને તેમાંથી 2 ટેન્કરના સેમ્પલ ગુજરાતની નેશનલ ડેરીને 6ઠ્ઠી જુલાઈના રોજ મોકલવામાં આવ્યા હતા અને બાકીના 2 ટેન્કરના સેમ્પલ ગત તા. 12મી જુલાઈના રોજ ગુજરાતની નેશનલ ડેરીને ટેસ્ટિંગ માટે ડેવલપમેન્ટ બોર્ડની લેબમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી જે પરિણામ આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
