તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં છ સુરક્ષા જવાનોના મોત :11 ઘાયલ
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી: આતંકીઓએ ચેકપોસ્ટ પર હુમલો કર્યો

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે, અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલામાં 6 સુરક્ષા જવાનોના મોત થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના એક જૂથે દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના મિશ્તા ગામમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓને બેઅસર કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ કાર્યવાહી સામે આ હુમલો માનવામાં આવી રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર હુમલો કર્યો, જેમાં છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે જિલ્લાના આઝમ વારસાક વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 7 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
