<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

સીએમપદેથી રાજીનામુ આપ્યા બાદ શું હશે કેજરીવાલનું નવું સરનામું?જાણો સિક્યોરિટીથી લઈને સેલેરી સુધી માહિતી

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે 10-15 દિવસમાં પોતાનું નિવાસસ્થાન છોડી શકે

સીએમ પદ પરથી રાજીનામું આપનાર અરવિંદ કેજરીવાલે પોતાનું સરકારી આવાસ છોડવું પડશે. હવે તેમનું નવું ઘર કેવું હશે? આ અંગે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ 10-15 દિવસમાં તેમનું રહેઠાણ ખાલી કરી શકે છે. હવે તેઓ માત્ર ધારાસભ્ય તરીકે જ બાકી રહેશે, તેથી તેમના રહેવાની વ્યવસ્થા તેમણે જાતે જ કરવી પડશે.

  અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી J+ શ્રેણીની સુરક્ષા ઘટાડવામાં આવી શકે છે, જેમાં 10 NSG કમાન્ડો અને પોલીસકર્મીઓ સહિત 55 કર્મચારીઓનું સુરક્ષા કવચ છે.

   અરવિંદ કેજરીવાલને મળેલી ધમકીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સી નક્કી કરશે કે તેમને સુરક્ષા આપવી કે નહીં. ઉપરાંત, હવે તેમને ધારાસભ્ય તરીકે સમાન પગાર અને ભથ્થાં મળશે.

(11:26 PM IST)