તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Sunday, 22nd September 2024
અમેરીકાના ભારતીય દુતાવાસમાં ભારતીય અધિકારીનું મોત:નરેન્દ્રભાઈના પ્રવાસ પહેલા ઘટના બની

ન્યૂયોર્ક:અમેરિકાના ભારતીય દૂતાવાસમાં એક અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. આ અંગે સમાચાર સંસ્થાઓ જણાવે છે કે, આ નિધન અંગે સ્થાનિક પોલીસ તથા આંતરિક ગુપ્તચર એજન્સી એફ.બી.આઈ. (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) તપાસ ચલાવી રહી છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે છે.
બુધવારે બનેલી આ ઘટના પાછળ રહેલા વિવિધ કારણો શોધાઈ રહ્યાં છે. એક કારણ તેવું પણ લાગે છે કે, મૃતકે આત્મહત્યા પણ કરી હોય તો તે માટે કારણો શોધાઈ રહ્યાં છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, 'એક અધિકારીનું નિધન થયું છે, દૂતાવાસમાં જ નિધન થયું છે.' પરંતુ તેથી વિશેષ કશું કહેવામાં આવ્યું નથી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
