તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
ભ્રષ્ટાચારના ડાઘ સાથે મુખ્યમંત્રીની ખુરશી પર નથી બેસી શકતોઃ જંતર મંતર ખાતે કેજરીવાલની 'જનતા કી અદાલત યોજાઇ

નવી દિલ્હીઃ દિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 'જનતા કી અદાલત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, '4 એપ્રિલ, 2011નો દિવસ હતો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલન શરૂ થયું હતું. અમે ઇમાનદારીથી સરકાર ચલાવતા હતા, જનતાને સુવિધાઓ આપી. મફત વીજળી આપી, પાણી મફત આપ્યું, મહિલાઓની બસ સેવા ફ્રી કરી, વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવી. હોસ્પિટલ, મોહલ્લા ક્લીનિક અને શાનદાર સ્કૂલો બનાવી. 10 વર્ષ સુધી ઇમાનદારીથી કામ કર્યું તો નરેન્દ્ર મોદીને લાગવા લાગ્યું કે તેમનાથી જીતવું છે તો ઇમાનદારી પર ચોટ કરો માટે તેમણે અમારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યા. અમારા મંત્રી અને નેતાઓને એક પછી એક જેલમાં નાખ્યા.'
અરવિંદ કેજરીવાલે જનતા પાસે પોતાની ઇમાનદારીનું સર્ટિફિકેટ પણ માંગ્યું હતું. કેજરીવાલે કહ્યું, જેમને લાગે છે કે મોદીએ કેજરીવાલ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું છે તે હાથ ઊંચો કરે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીની ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી નથી. આ મારી પ્રતિષ્ઠાથી જોડાયેલું છે. જો દિલ્હીની જનતાને લાગે છે કે અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર કર્યો છે તો તમે ઝાડુનું બટન ના દબાવતા, મને વોટ ના આપતા. જો તમને લાગે છે કે કેજરીવાલ ઇમાનદાર છે તો આમ આદમી પાર્ટી માટે મત આપજો. તમારો દરેક મત મારી ઇમાનદારીનું સર્ટિફિકેટ હશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, 'ભ્રષ્ટાચાર કર્યો હોત તો 10 વર્ષમાં 10 કોઠી, ઘર બની જાતા પરંતુ 10 વર્ષમાં જનતાનો પ્રેમ કમાવ્યો છે. આ કેસ આટલો જલદી ખતમ થવાનો નથી. જેટલા દિવસ સુધી આ કેસ ચાલશે હું ભ્રષ્ટાચારના દાગ સાથે મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકતો નથી. આ દાગ સાથે હું જીવતો નહીં રહી શકું માટે મે રાજીનામું આપીને જનતાની અદાલતમાં જવાનું નક્કી કર્યું. દિલ્હીની જનતા જણાવે, હું બેઇમાન હોત તો વીજળી મફત કરી શકતો? વીજળી મફત કરવામાં પણ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. બેઇમાન હોત તો મહિલાઓ શું મફત મુસાફરી કરી શકત? બેઇમાન હોત તો બાળકોની સ્કૂલ બનાવતો? બેઇમાન હોત તો સારવાર મફત કરાવતો?'
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
