તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
SIT તિરુપતિ મંદિરમાં ગેરરીતિઓની તપાસ કરશે : લાડુ વિવાદ વચ્ચે મુખ્યમંત્રી નાયડુનો નિર્ણય
સીએમ નાયડુએ મીડિયાને કહ્યું કે અમે એક વિશેષ તપાસ ટીમ બનાવી રહ્યા છીએ, જે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરશે અને તેનો રિપોર્ટ અમને સોંપશે

તિરુપતિ : સીએમ નાયડુએ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદમ તરીકે વહેંચવામાં આવતા લાડુમાં કથિત અનિયમિતતા અને પ્રાણીઓની ચરબીની તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરવાનો નિર્ણય લીધો છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા નાયડુએ મીડિયાને કહ્યું કે અમે એક વિશેષ તપાસ ટીમ બનાવી રહ્યા છીએ. SIT આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરશે અને તેનો રિપોર્ટ અમને સોંપશે, જેથી ગુનેગારોને સજા મળી શકે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને ટાળી શકાય.
આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સીએમ નાયડુએ પાછલી સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમના શાસન દરમિયાન તિરુપતિ મંદિરમાં વહેંચવામાં આવતા પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. પોતાની વાત સાબિત કરવા માટે, મુખ્યમંત્રીએ ગુજરાતની એક લેબનો રિપોર્ટ પણ આગળ રાખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વાયએસઆર કોંગ્રેસના શાસન દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના નિશાન મળી આવ્યા હતા.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
