<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

અમેરિકાએ ભારતને તેની 297 પ્રાચીન બહૂમૂલ્ય કલાકૃતિઓ સોંપી

અમેરિકા છેલ્લા 10 વર્ષમાં ભારતને આ પ્રકારની 578 ઐતિહાસિક વસ્તુઓ પરત આપી ચુક્યું

નવી દિલ્હી: અમેરિકાએ ભારતને તેની 297 પ્રાચીન બહૂમૂલ્ય કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓને ભારતમાંથી તસ્કરી કરીને વિદેશ લઈ જવામાં આવી હતી. અમેરિકા છેલ્લા 10 વર્ષમાં ભારતને આ પ્રકારની 578 ઐતિહાસિક વસ્તુઓ પરત આપી ચુક્યું છે.

વડાપ્રધાન મોદી ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસ દરમિયાન US રાષ્ટ્રપતિ જો બાઈડન તથા પ્રથમ મહિલા જિલ બાઈડનને અત્યંત મૂલ્યવાન ભેટ આપી છે.

મોદીએ રાષ્ટ્રપતિ બાઈડનને ચાંદીની વિનટેજ ટ્રેનનું મોડેલ આપ્યું છે. જ્યારે અમેરિકાએ ભારતને તેની 297 પ્રાચીન બહૂમૂલ્ય કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓને ભારતમાંથી તસ્કરી કરીને વિદેશ લઈ જવામાં આવી હતી. અમેરિકા છેલ્લા 10 વર્ષમાં ભારતને આ પ્રકારની 578 ઐતિહાસિક વસ્તુઓ પરત આપી ચુક્યું છે.

PM મોદીએ બાઈડન દંપતીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતા ઉપહાર ભેટ કર્યાં છે. જે બાઈડને આપવામાં આવેલી ચાંદીની ટ્રેન મહારાષ્ટ્રના કારીગરોની હસ્તકલાનો ઉત્તમ નમૂનો છે. તે ચાંદીના શિલ્પ કૌશલમાં તેમની સમૃદ્ધ વિરાસતને દર્શાવે છે.

આ મોડલ 92.5 ટકા સિલ્વરથી બનેલ છે

92.5 ટકા ચાંદીથી બનેલ આ મોડેલ ભારતીય ધાતુની કલાત્મકતાના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં કોતરણી, રિપૉસ (ઉચ્ચ ડિઝાઇન બનાવવા માટે પાછળથી હથોડી લગાવવી) અને જટિલ ફિલિગ્રી વર્ક જેવી પરંપરાગત તકનીકો દર્શાવવામાં આવી છે.

(10:09 PM IST)