<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

રાજસ્થાન : મસ્જિદના મૌલવીએ નિર્દોષ બાળક પર આચરી ક્રૂરતા : 5 વર્ષની બાળકીને વાસનાનો શિકાર બનાવી : ધરપકડ થઈ

રાજસ્થાનના અલવર જિલ્લામાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં રવિવારે એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી

રાજગઢ : રાજસ્થાનના અલવર જિલ્લામાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં રવિવારે એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી . પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી અસજદ (22) નામનો મૌલવી છોકરીને મસ્જિદમાં લઈ ગયો અને કથિત રીતે તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકીની માતા તેને શોધવા માટે મસ્જિદની અંદર ગઈ.

પીડિત બાળકીની માતાએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી, જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી મૌલવીની ધરપકડ કરી. રાજગઢ પોલીસ સ્ટેશનના અધિકારી રામજીલાલ મીણાએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(11:31 PM IST)