<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

અમીરોના કારણે ભારતમાં મોંઘા દારૂનું વેચાણ વધ્‍યું

અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધા : ભારત વ્‍હીસ્‍કીનો સૌથી મોટો ઉપભોક્‍તા છે

નવી દિલ્‍હી, તા.૨૩: અમીર લોકોના કારણે ભારતમાં મોંઘા દારૂનું વેચાણ વધ્‍યું છે, અમેરિકા અને ચીનને પાછળ છોડીને ભારતમાં અમીર લોકોના કારણે મોંઘા દારૂનું વેચાણ વધ્‍યું છે. સ્‍વિત્‍ઝર્લેન્‍ડના એક સંશોધકે પોતાના તાજેતરના અભ્‍યાસમાં આ માહિતી આપી છે.

ભારતનો વધતો સમળદ્ધ વર્ગ હાઈ-એન્‍ડ દારૂના વેચાણમાં વધારો કરી રહ્યો છે. સ્‍વિટ્‍ઝર્લેન્‍ડના એક સંશોધકના જણાવ્‍યા અનુસાર, સ્‍કોચ વ્‍હિસ્‍કી અને ફાઇન વાઇનના વેચાણમાં બે આંકડામાં વળદ્ધિ નોંધાઈ છે, જે યુએસ અને ચીનમાં વપરાશમાં વળદ્ધિના દર કરતાં વધુ ઝડપી છે. ઝુરિચ સ્‍થિત વરિષ્ઠ લક્‍ઝરી બ્રાન્‍ડ બિલ્‍ડર અને ગ્રાહક અનુભવ નિષ્‍ણાત સિમોન જોસેફે જણાવ્‍યું હતું કે, એક સબકૅટેગરી જ્‍યાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે અને પાંચ વર્ષમાં યુએસ કરતાં બમણા દરે વળદ્ધિ કરી રહી છે તે છે સ્‍કોચ લક્‍ઝરી વ્‍હિસ્‍કી.

ગ્‍લિઓન ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ હાયર એજ્‍યુકેશનના સંશોધક જોસેફે જણાવ્‍યું હતું કે વિવિધ ડેટા અનુમાન મુજબ, લક્‍ઝરી સ્‍કોચ વ્‍હિસ્‍કી માર્કેટ પણ ૨૦૨૪ના અંત સુધીમાં ૧૬ ટકાના વાર્ષિક દરે વધી રહ્યું છે. યુકે સ્‍થિત સ્‍કોચ વ્‍હિસ્‍કી એસોસિએશન (SWA)ના ડેટાને ટાંકીને જોસેફે જણાવ્‍યું હતું કે ભારતમાં સ્‍કોચ વ્‍હિસ્‍કીની નિકાસ ૨૦૨૨ સુધીમાં ૬૬ ટકાના વાર્ષિક દરે વળદ્ધિ પામશે, જે યુએસ, ચીન અને અન્‍ય મહત્‍વપૂર્ણ બજારો કરતાં આગળ છે

બ્રિટન સ્‍થિત SWA ના ડેટા અનુસાર, ૨૦૨૩ માં ભારતમાં ૧૬૭ મિલિયન બોટલની નિકાસ કરવામાં આવી હતી, જે ૨૦૧૯ કરતાં ૨૭ ટકા વધુ છે. જોસેફે કહ્યું, મૂલ્‍યની દ્રષ્ટિએ યુનાઇટેડ સ્‍ટેટ્‍સ હજુ પણ સ્‍કોચ વ્‍હિસ્‍કીના વપરાશમાં આગળ છે; ભારત હવે જથ્‍થાના સંદર્ભમાં સૌથી મોટો ઉપભોક્‍તા છે, ફ્રાન્‍સ કરતાં થોડું આગળ છે. સ્‍કોટલેન્‍ડ સ્‍કોચ વ્‍હિસ્‍કીનો સૌથી મોટો નિકાસકાર છે.

(10:27 AM IST)