જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૩

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૩
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૩:- ‘‘ જયારે શ્વાસ નીચેથી ઉપર બાજુ વળે છે અને પાછો જયારે શ્વાસ ઉપરથી નીચે તરફ વળે છે, આ બે વળાંક દ્વારા ઉપલબ્ધ થા.''
થોડા તફાવત સાથે આ વિધિ એ જ છે. હવે જોર અંતરાલને બદલે વળાંક ઉપર છે. બહાર જનારો અને અંદર આવનારો શ્વાસ એક વર્તુળ બનાવે છે. યાદ રાખો કે તેઓ સમાંતર રેખાઓની જેમ નથી. આપણે તો વિચારીએ છીએ કે આવનારો શ્વાસ અને જનારો શ્વાસ સમાંતર રેખાઓ જેવા છે પરંતુ તેઓ એવા નથી ભીતર આવનારો શ્વાસ અર્ધુ વર્તુળ બનાવે છે અને બાકીનું અર્ધુ બહાર જનારો શ્વાસ બનાવે છે.
એટલે પહેલા એ સમજી લો કે શ્વાસ અને પ્રશ્વાસ બન્ને મળીને એક વર્તુળ બનાવે છે. અને તે સમાંતર રેખાઓ કયાંક મળતી નથી. બીજુ એ કે આવનારો શ્વાસ અને બહાર જનારો શ્વાસ બે નથી. તેઓ એક છે. જે શ્વાસ ભીતર આવે છે તે બહાર પણ જાય છે. એટલા માટે ભીતર એનો કોઇ વળાંક હશે તે જરૂર કયાંક વળતો હશે. કોઇ બિન્દુ હશે જયાં આવનારો શ્વાસ જનારો શ્વાસ બની જતો હશે. પરંતુ વળાંક ઉપર આટલું જોર કેમ આપવામાં આવ્યું છે. જો તમે કાર ચલાવતા જાણતા હોવ તો તમને ગિયરની ખબર હશે. દરેક વખતે જયારે તમે ગીયર બદલતા હોવ છો તો તમારે ન્યુટ્રલ ગીયરમાંથી પસાર થવું પડશે કે જે ગીયર નથી. તમે પહેલા ગીયરમાંથી બીજા ગીયરમાં જાવ છો અને બીજાથી ત્રીજામાં. પરંતુ હંમેશા ત્યારે ન્યુટ્રલ ગીયરમાં થઇને જ જવું પડે છે. આ ન્યુટ્રલ ગીયર ઘુમવાનું બિન્દુ છે, વળાંક છે. એના ઉપર પહેલું ગીયર બીજું ગીયર બની જાય છે અને બીજું ત્રીજું બની જાય છે.
એવી જ રીતે જયારે તમારો શ્વાસ ભીતર જાય છે અને ઘુમવા લાગે છે. તો એ વખતે ન્યુટ્રલ ગીયરમાં હોય છે. નહીતર તે ઘુમી શકે નહિ, એને તટસ્થ ક્ષેત્રમાં થઇને પસાર થવું પડે છે.
તે તટસ્થ ક્ષેત્રમાં તમે ના તો શરીર છો કે ના મન પણ છો. ના શારીરીક છો ના માનસિક છો કારણ કે શરીર તમારા અસ્તિત્વનું એક ગીયર છે અને મન એનું બીજું ગીયર છે. તે એક ગીયરમાંથી બીજા ગીયરમાં ગતિ કરે છે એટલા માટે ન્યુટ્રલ ગીયરની જરૂર છે. જે ના શરીર હોય ના મન હોય. એ તટસ્થ ક્ષેત્રમાં માત્ર છો, માત્ર અસ્તિત્વ -શુધ્ધ, સરલ, અશરીરી અને મનથી મુકત, આ જ કારણ છે કે ઘુમાવ-બિન્દુ ઉપર, વળાંક ઉપર આટલું જોર આપવામાં આવેલું છે.
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
