હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેર બજારમાં બુલ રન! સેન્સેક્સ 85 હજાર નજીક, 4000000000000 રૂપિયાનો નફો
ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. ઉપરાંત માર્કેટ કેપમાં રૂ. 4 લાખ કરોડનો વધારો થયો

સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ માત્ર 20 પોઈન્ટના માર્જીનથી 85000ની રેકોર્ડ હાઈને પાર કરવામાં નિષ્ફળ ગયો હતો જ્યારે નિફ્ટી 44 પોઈન્ટના 26000ની ઐતિહાસિક હાઈને સ્પર્શવામાં પાછળ રહી ગયો હતો. જોકે બેન્કિંગ, ઓટો, એફએમસીજી અને એનર્જી શેર્સમાં જોરદાર ખરીદીને કારણે BSE સેન્સેક્સ 384 પોઈન્ટના ઉછાળા સાથે 84,928 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 148 પોઈન્ટના ઉછાળા સાથે 25,939 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
વધતા અને ઘટતા શેર
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 ઘટાડા સાથે બંધ થયા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.18%, SBI 2.35%, ભારતી એરટેલ 2.26%, HUL 1.54%, કોટક મહિન્દ્રા બેંક 1.49%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.42%, અદાણી પોર્ટ્સ 1.24%, ટાટા સ્ટીલ 1.22%, NTFC, 0% HDFC, છે સાથે બંધ થયા હતા.
માર્કેટ કેપમાં રૂ. 4.29 લાખ કરોડનો ઉછાળો
શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ થવાના કારણે શેરબજારનું માર્કેટ કેપ નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયું છે. પ્રથમ વખત BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 476 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયું હતું. જે અગાઉના સત્રમાં રૂ. 471.71 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 4.29 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
