સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
તિરુપતિ લાડુ વિવાદ : ઘી સપ્લાય કરતી કંપનીના 4 સેમ્પલ ફેલ થયા હતા : હવે લાઇસન્સ રદ કરવાની તૈયારી!
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તિરુપતિ લાડુ મુદ્દે કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી : જો કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળે, તો FSSAI તેનું લાઇસન્સ રદ કરી શકે અને દંડ પણ લાદી શકે

નવી દિલ્હી : તિરુપતિના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પશુઓની ચરબી મળી, ઘી સપ્લાય કરતી કંપની એઆર ડેરીનું લાઇસન્સ રદ થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કંપનીને ભેળસેળની ફરિયાદ પર તેનું લાઇસન્સ રદ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, FSSAIએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા મોકલવામાં આવેલા નમૂનાના ટેસ્ટ રિપોર્ટના આધારે નોટિસ જારી કરી છે. નોંધનીય છે કે બજારમાં કોઈપણ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ વેચવા માટે FSSAI લાઇસન્સ ફરજિયાત છે જેથી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.
વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ટીટીડી દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટ અનુસાર મંદિરમાં લાડુ બનાવવા માટે ચાર કંપનીઓ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર એક કંપની એઆર ડેરીના સેમ્પલ ફેલ થયા હતા.
TTD અનુસાર, કંપનીના ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ચારેય ફેલ થયા હતા. આ નમૂનાઓમાં પશુ ચરબીમાં ભેળસેળના પુરાવા મળ્યા હતા. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે FSSAIના નિયમો અનુસાર ઘી માત્ર દૂધમાંથી જ બનાવવું જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની ચરબીની ભેળસેળ એ લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન છે.
તિરુપતિ લાડુ વિવાદ પ્રકાશમાં આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી હતી. વાતચીતમાં નડ્ડાએ નાયડુના ઘીના નમૂનાનો ટેસ્ટ રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવા કહ્યું હતું અને FSSAI તરફથી યોગ્ય પગલાં લેવાની ખાતરી પણ આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
