News of Monday, 23rd September 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ના પહેલા ૧૦૦ દિવસમાં ૬ રાજ્યો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૧૧૧ શહેરી વનો ને મંજૂરી આપી : કેન્દ્ર સરકારનો વર્ષ-૨૦૨૭ સુધીમાં ૧૦૦૦ શહેરી વન વિકસિત કરવાનો સંકલ્પ

નવીદિલ્હી : તા.૨૩ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે શહેરની હરિયાળી વધારવા, જીવનની ગુણવત્તામાં સુધારો કરવા અને શહેરોમાં સામાજિક સામંજસ્ય વધારવા માટે વર્ષ-૨૦૨૦ માં સંશોધિત “નગર વન યોજના” શરૂ કરી હતી. તેના ભાગરૂપે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ના પહેલા ૧૦૦ દિવસમાં ૬ રાજ્યો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૧૧૧ શહેરી વનો ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારનો વર્ષ-૨૦૨૭ સુધીમાં ૧૦૦૦ શહેરી વન વિકસિત કરવાનો મનસુબો છે.
આ યોજના શહેરી વનો ની સ્થાપના અને નિભાવણી માટે પ્રતિ હેક્ટેયર રૂ.૪ લાખની નાણાકીય સહાયતા પ્રદાન કરે છે, જેનાથી આ હરિત સ્થાનોની વ્યવસ્થામા નાગરિકો, છાત્રો અને અન્ય હિતધારકોની ભાગીદારીને પ્રોત્સાહન મળે છે. શહેરી વનો નો આકાર ૧૦ થી ૫૦ હેક્ટેયરની વચ્ચેનો હોય છે. પ્રત્યેક શહેરી વનમાં ઓછામાં ઓછા ૨/૩ વિસ્તાર વૃક્ષોથી આચ્છાદિત હોવા જોઈએ, અને તેમાં જૈવ વિવિધતા પાર્ક, સ્મૃતિ વન, પતંગિયા સંરક્ષણ ગૃહ, હર્બલ ઉદ્યાન તથા “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ બનાવવામાં આવેલ માતૃ વન જેવા ઘટક સામેલ હોવા જોઈએ.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
