News of Tuesday, 24th September 2024
મુંબઇ પહોંચ્યા એકાદ લાખ મુસ્લિમોનો કાફલો : શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામ
‘ચલો મુંબઇ'ના નારા બાદ સમગ્ર મહારાષ્ટ્રમાંથી નારેબાજી કરતાં ઔવૈસીના પક્ષના કાર્યકરો મુંબઇ પહોંચ્યા : શકિતપ્રદર્શન : બંને સામે કાર્યવાહીની માંગ : હિંદુ સંત - રામગિરી - નિતેશ રાણે વિરૂધ્ધ AI MIMનું હલ્લાબોલ

મુંબઈ, તા.૨૪: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રામગિરિ મહારાજ અને બીજેપી નેતા નીતિશ રાણે વિરુદ્ધ કાર્યવાહીની માગણીનો મુદ્દો જોર પકડતો જોવા મળી રહ્યો છે. સોમવારે, અસુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળ AIMIM એ ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) થી મુંબઈ સુધી શક્તિ પ્રદર્શનમાં ત્રિરંગા સાથે બંધારણ રેલી કાઢી હતી. ઔરંગાબાદના પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ અલી અને વારિસ પઠાણ જેવા નેતાઓની આગેવાનીમાં યાત્રામાં મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે રેલી મુંબઈ પહોંચી ત્યારે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગત ૧૧ સપ્ટેમ્બરે ઈમ્તિયાઝ અલીએ ૨૩ સપ્ટેમ્બરે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મુંબઈ જશે અને મહાયુતિ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બંધારણની નકલો અર્પણ કરશે.જો કે, જ્યારે AIMIMનો મુંબઈ ચલો કાફલો રાજધાની પહોંચ્યો ત્યારે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ પછી ટ્રાફિકની સ્થિતિ વણસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લાખ જેટલા મુસ્લિમ કાર્યકરો રેલીમાં હોવાનું જાણવા મળે છે
AIMIMના મુંબઈ ચલો કૂચમાં ઓવૈસીની પાર્ટી AIMIMના નેતાઓએ સોમવારે...મુંબઈ ચલો...ના નારા આપ્યા અને આ નારા લગાવ્યા બાદ મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાંથી કાફલો મુંબઈ તરફ રવાના થયો. સૂત્રોચ્ચાર કરતા AIMIMના નેતાઓ મુંબઈ તરફ આગળ વધ્યા. કેટલાક બાઇક પર ગયા હતા અને કેટલાક કારની છત પર સવાર હતા. વીડિયો રિલીઝ થવા લાગ્યા. પાર્ટીના નેતા ઈમ્તિયાઝ જલીલ આ માર્ચનું નેતળત્વ કરી રહ્યા હતા. ઈમ્તિયાઝ જલીલના વીડિયો શેરીઓમાં વાયરલ થતા મુંબઈમાં હાજર વારિસ પઠાણે મોરચો ખોલ્યો હતો. રેલી મુંબઈ પહોંચ્યા બાદ રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી અને ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
અસુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના AIMIM નેતા રામગીરી મહારાજ અને BJP નેતા નીતિશ રાણે મુસ્લિમોને નિશાન બનાવતી કથિત ટિપ્પણીઓથી નારાજ છે. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રામગીરી મહારાજ અને નિતેશ રાણેના નિવેદનનો મુદ્દો જોર પકડતો જોવા મળી રહ્યો છે. ૧ સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શ્રીરામપુર અને તોપખાના વિસ્તારમાં ભાજપ નેતા નીતિશ રાણે દ્વારા રામગીરી મહારાજના સમર્થનમાં આયોજિત જાહેર સભાઓ બાદ વિવાદ વકર્યો છે. AIMIMનો આરોપ છે કે રામગીરી મહારાજે કથિત રીતે ઈસ્લામ અને -ોફેટ મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પછી તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે AIMIMની માંગ છે કે નિતેશ રાણે સિવાય હિન્દુ સંત રામગીરી મહારાજ સામે કાર્યવાહી કરવામાં આવે.
ઇમ્તિયાઝ જલીલની માગણી છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે લઘુમતીઓ વિરુદ્ધ અપમાનજનક વાત કરનારા બીજેપી નેતા નીતિશ રાણે વિરુદ્ધ કાર્યવાહી કરે. આ ઉપરાંત જલીલ હિન્દુ સંત રામગીરી મહારાજ સામે પણ કાર્યવાહી કરવા માંગે છે. જલીલનો આરોપ છે કે તેણે તાજેતરમાં ઈસ્લામ અને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. મહારાષ્ટ્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નીતીશ રાણે વિરુદ્ધ મુસ્લિમોને નિશાન બનાવીને નિવેદન આપવા બદલ અનેક કેસ નોંધાયા છે. મુંબઈ ચલો માર્ચનો કાફલો રાજધાની પહોંચ્યો ત્યારે રસ્તાઓ પર જામ થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકની સ્થિતિ કથળી હતી. આ કૂચમાં તેઓએ પોતાના વાહનોમાં ત્રિરંગા ઝંડા લગાવ્યા હતા.
અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પહેલાથી જ રામ ગિરી મહારાજ અને રાણે સામે મોરચો ખોલી ચુકી છે, તો બીજી તરફ તાજેતરમાં જ નીતીશ રાણેએ શુક્રવારે સંગોલીમાં એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસકર્મીઓને વધુ નહીં પરંતુ માત્ર ૨૪ કલાકની રજા આપવી જોઈએ. આ પછી અમે (હિંદુઓ) અમારી તાકાત બતાવીશું. અમે તેમને અહેસાસ કરાવીશું કે અમારી પાસે કેટલી તાકાત છે. નીતિશ રાણેના આ નિવેદનનો હવે ઓલ-ઈન્ડિયા-મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના નેતા વારિસ પઠાણે બદલો લીધો હતો. આ પછી મામલો ખૂબ જ ગરમાયો હતો. પઠાણે આરોપ લગાવ્યો હતો કે ભડકાઉ ભાષણ પછી પણ મહારાષ્ટ્ર સરકાર પગલાં લેવા માંગતી નથી. પઠાણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેણે બંગડીઓ પહેરી નથી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
