News of Tuesday, 24th September 2024
હોટલમાં સગીરા પર ૨૨ કલાક સુધી કર્યો ગેંગરેપઃ મન ભરાતાં છોડી
દોસ્તો નીકળ્યાં દરિંદા ! ચાર દોસ્તો ફરવાને બહાને સગીરને હોટલમાં લઈ ગયાં હતા અને વારાફરતી ગેંગરેપ કર્યોઃ ૪ની ધરપકડ

જબલપુર,તા.૨૪: એમપીના જબલપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ૪ દોસ્તોએ ૨૨ કલાક સુધી પોતાની ફ્રેન્ડ સગીરાને હોટલમાં પૂરી રાખીને ગેંગરેપ કરીને તેની હાલત બગાડી મૂકી હતી. ચાર દોસ્તો ફરવાને બહાને સગીરાને હોટલમાં લઈ ગયાં હતા અને ૨ રાત સુધી ગેંગરેપ કર્યો હતો. ૨૨ કલાક બાદ છોડી મૂકતાં આરોપીઓએ તેને મોં બંધ રાખવાની ધમકી આપી હતી.
જબલપુરના બેલબાગમાં રહેતી ૧૭ વર્ષની સગીર છોકરીને ૨૨ કલાક સુધી બંધક બનાવીને ૪ છોકરાઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પડોશમાં રહેતો આર્યન નામનો યુવાન સગીરાને ફોસલાવીને ઈન્દિરા માર્કેટ લઈ ગયો હતો અને બાદમાં તેણે તેના ૩ મિત્રો નિહાલ, અંશુલ અને ગોલુને બોલાવી લીધાં હતા અને ત્યાર બાદ હોટલમાં લઈ જઈને વારાફરતી રેપ કરતાં રહ્યાં હતા. આખરે મન ભરાતાં છોડી મૂકીને ભાગ્યાં હતા.
ઘટનાના એક દિવસ બાદ રવિવારે સગીર બાળકી તેની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શશિ ધુર્વેને જણાવી. યુવતીએ જણાવ્યું કે મેં થોડા વર્ષો પહેલા અભ્યાસ છોડી દીધો હતો. પાડોશમાં રહેતા આર્યન યાદવ ઉર્ફે તન્નુ (૨૪) સાથે મારી મિત્રતા હતી. શુક્રવારે સાંજે લગભગ પાંચ વાગ્યે આર્યન મને તેની સાથે ફરવા જવાને બહાને બહાર લઈ ગયો હતો અને રસ્તામાં વચ્ચે આર્યનના મિત્રો નિહાલ લોધે (૨૩), અંશુલ મહેતા (૨૩) અને આશિષ સમુદ્ર ઉર્ફે વિનોદ (૨૪) પણ આવ્યા હતા. શુક્રવારે સાંજે ૭ વાગ્યાથી શનિવારે બપોરે ૩ વાગ્યા સુધી ચારેય લોકોએ મારી સાથે અનેક વખત બળાત્કાર કર્યો હતો. તે લોકોએ મને ખૂબ માર પણ માર્યો હતો ત્યાર બાદ ૪ વાગ્યે મને બાઈક પર ઘર નજીક મૂકીને ભાગી ગયાં હતા.
આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ અને પોક્સોની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસપી આદિત્ય પ્રતાપ સિંહે જણાવ્યું કે ચારેય આરોપીઓ બેલબાગની ટેકરી પાસે છુપાયા હતા. પોલીસે તેમને ઘેરી લીધા અને ધરપકડ કરી. આરોપીઓએ પોલીસ સાથે પણ વર્તન કર્યું હતું. સોમવારે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જયાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
