<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

દારૂની બોટલો નષ્ટ થઈ રહી હતી ત્‍યારે રસ્‍તે ઢોળાયેલો દારૂ ગમછાથી ગાળીને પીવા લાગ્‍યો

નવી દિલ્‍હી,તા. ૨૪: દારૂનો નશો લોકોને કેટલો ગમે છે એનું ઉદાહરણ એક વિડિયોમાં જોવા મળે છે. ગેરકાનૂની રીતે થઈ રહેલા દારૂના વેચાણ માટે રસ્‍તા પર દારૂની બોટલોનો ઢગલો કરીને એને અર્થમૂવરથી ક્રશ કરવામાં આવી રહ્યો હતો ત્‍યારે એક દારૂડિયાભાઈને મજા પડી ગઈ હતી. રોડ પર દારૂનું ખાબોચિયું ભરાઈ જતાં આ ભાઈએ પોતાનો ગમછો કાઢીને એનાથી દારૂ ગાળીને રસ્‍તા પર જ મોં માંડી દીધું. જોકે પોલીસવાળો તેને જોઈ ગયો એટલે ત્‍યાંથી તેને હાંકી કાઢવામાં આવ્‍યો, પણ એ પછી આ ભાઈએ દારૂવાળો ગમછો નિચોવીને છાંટોપાણી પેટમાં પધરાવી દીધાં. મોટા ભાગના લોકોએ કમેન્‍ટમાં આ ભાઈની ધુલાઈ જ કરી હતી, પણ એક નમૂનાએ લખ્‍યું હતું, ‘પોલીસ દારૂ બરબાદ કરી રહી હતી, બંદાએ ગમછાથી ગાળીને પી લીધો. ગજબ ડેડિકેશન કહેવાય.'

(11:01 AM IST)