તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ પૂરો થતો નથી : પ્રસાદના રુપમાં મળેલ લાડુની અંદર કાગળમાં લપેટેલી તમાકુ મળી : મહિલાનો આક્ષેપ
પ્રસાદ પવિત્ર હોવો જોઈએ આ પ્રકારની ભેળસેળની ખબર પડવી એ દિલ તોડનારી ઘટના : ખમ્મમ જિલ્લાની રહેવાસી દોન્થુ પદ્માવતીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી તા.૨૪ : તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુની બનાવટમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થયાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં એક મહિલાએ એવો દાવો કર્યો છે પ્રસાદના લાડુમાંથી કાગળમાં લપેટેલી તમાકુ મળી આવી હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ખમ્મમ જિલ્લાની રહેવાસી દોન્થુ પદ્માવતીએ આરોપ લગાવ્યો છે કે તેને પ્રસાદના રુપમાં મળેલ લાડુની અંદર કાગળમાં લપેટેલી તમાકુ હતી. તે 19 સપ્ટેમ્બરના રોજ તિરુપતિ મંદિર ગઈ હતી. આ દરમિયાન તેણે પ્રસાદ લીધો હતો.
મહિલાને લાડુમાંથી મળી કાગળમાં લપેટેલી તમાકુ
મહિલાએ જણાવ્યું કે જ્યારે મેં મારા પાડોશીઓને લાડુ વહેંચવા માટે ખોલ્યા ત્યારે મને તેમાંથી કાગળમાં લપેટેલી તમાકુ મળી. તે જોતા જ હું ઘબરાઈ ગઈ. આ ઘટના પર દુખ વ્યક્ત તકરતાં તેણે જણાવ્યું કે પ્રસાદ પવિત્ર હોવો જોઈએ. આ પ્રકારની ભેળસેળની ખબર પડવી એ દિલ તોડનારી ઘટના છે.
તિરુપતિ લાડુમાં પ્રાણીઓની ચરબી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરાયો હતો.
આ મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તિરુપતિ લાડુમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ પર તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. તેમણે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવા જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
