<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

કેરળના મલપ્‍પુરમમાં મન્‍કીપોક્‍સ ક્‍લેડ-૧ સ્‍ટ્રેઇનનો પ્રથમ કેસ

ભારતમાં ૨૦૨૨થી અત્‍યાર સુધી નોંધાયેલા મંકી પોક્‍સના ૩૧ કેસોમાં બધા કેસ ક્‍લેડ૨ સ્‍ટ્રેઇનના છે : દર્દી યુએઇની ટ્રાવેલ હિસ્‍ટ્રી ધરાવે છે

નવી દિલ્‍હી, તા.૨૪:  ભારતે સોમવારે કેરળના મલપ્‍પુરમ જિલ્લામાં મંકી પોક્‍સનો પ્રથમ કેસ નોંધાવ્‍યો હતો. ૩૮ વર્ષનો દર્દી તાજેતરમાં જ યુએઇથી પરત આવ્‍યો હતો, તે હુએ પબ્‍લિક હેલ્‍થ ઇમરજન્‍સી તરીકે જાહેર કરેલા સ્‍ટ્રેઇનથી પીડિત છે. આમ ભારતે સૌ-થમ એમપોક્‍સ ક્‍લેડ-૧ સ્‍ટ્રેઇનનો કેસ નોંધાવ્‍યો છે. આ વ્‍યક્‍તિને તાવ આવતો હતો અને શરીર પર અછબડા જેવા ઉઝરડા હતા.

તેના લીધે ડોક્‍ટરોને શંકા ગઈ અને પછી તેના સેમ્‍પલ પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા.

કેરળના આરોગ્‍ય વિભાગે જણાવ્‍યું હતું કે મલપ્‍પુરમમાં ૩૮ વર્ષીય વ્‍યક્‍તિની સારવાર ચાલી રહી છે, દર્દી એમપોક્‍સનો ચેપ ધરાવતો હોવાનું નિદાન થયું છે.

દુબઈથી પરત ફરેલા વ્‍યક્‍તિને માંદગીના પગલે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો હતો. તેમા મન્‍કી પોક્‍સના લક્ષણો દેખાતા તેનું નમૂના પરીક્ષણ માટે મોકલાયા હતા અને તેના પછી તેને આ રોગ હોવાનું નિદાન થયું હતું.

કેરળના આરોગ્‍ય પ્રધાન વીણા જ્‍યોર્જે જણાવ્‍યું હતું કે વ્‍યક્‍તિએ તેને અછબડાના લક્ષણો હોવાનું લાગતા તેના કુટુંબથી દૂર આઇસોલેશનમાં રહેવાના પૂરતા પગલાં લીધા હતા.

આ પહેલા ૧૧ સપ્‍ટેમ્‍બરના રોજ રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હીમાં મન્‍કીપોક્‍સનો પ્રથમ કેસ નોંધાયો હતો. હરિયાણાના હિસારનો ૨૬ વર્ષનો વતની તેના પરીક્ષણમાં પોઝિટિવ આવ્‍યો હતો. તેના પછી તેને દિલ્‍હીની એલએનજેપી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો અને ત્‍યાં તેની સારવાર ચાલી રહી છે.

ભારતમાં મન્‍કી પોક્‍સ ક્‍લેડ-૧નો ટ્રાવેલ હિસ્‍ટરી ધરાવતો પ્રથમ કેસ છે. લેબોરેટરી પરીક્ષણે પણ પુરવાર કર્યુ છે કે દર્દીમાં વેસ્‍ટ આફ્રિકન કલેડ-૧ સ્‍ટ્રેઇનની હાજરી જોવા મળી છે. ભારતમાં ૨૦૨૨થી અત્‍યાર સુધી નોંધાયેલા બધા મન્‍કી પોક્‍સના કેસો ક્‍લેડ-૧ સ્‍ટ્રેઇનના હતા.

વિશ્વ આરોગ્‍ય સંગઠને એમપોક્‍સને  ક્‍લેડ-૧ સ્‍ટ્રેઇનનો ઉદભવ થયા પછી બીજી વખત જાહેર આરોગ્‍ય કટોકટી માટે ચિંતાજનક ઠેરવ્‍યો છે. ૧૪ ઓગસ્‍ટ પછી આફ્રિકન દેશોમાં તેનો ફેલાવો થયો છે.

(3:31 PM IST)