<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

પહેલા નકલી આઇપીએસ હવે ડોકટર બનવાના અભરખા !

બિહારના મિથીલેશકુમારનું નવુ સપનું

પટના, તા., ૨૪: બિહારમાં બે લાખ દઇને ખોટા આઇપીએસ અધિકારી બનનાર મિથીલેશકુમારને હવે ડોકટર બનવાના અભરખા જગ્યા છે. તેણે ડોકટર બનીને લોકોને બચાવવાનું સપનુ દર્શાવ્યું હતું. ૧૯ વર્ષીય મિથીલેશને આઇપીએસના ડ્રેસમાં ફરવા દરમિયાન ધરપકડ કરાયેલ. તેણે જણાવેલ કે મનોજસિંહ નામના વ્યકિતએ તેને પોલીસમાં નોકરીની ઓફર કરેલ. જે મુજબ મનોજને મિથીલેશે મામા પાસેથી ર લાખ લઇ આપ્યા હતા.

 

(4:18 PM IST)