<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટના એટલાન્‍ટીસ બિલ્‍ડીંગમાં ભિષણ આગ : કાકા-ભત્રીજા સહિત ત્રણ યુવાનના મોતઃ બે ડિલીવરીબોય હતાં : રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે આવેલા બિલ્‍ડીંગમાં ધુળેટીની સવારે ભભુકેલી આગથી નાસભાગઃ દસમા માળે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડે રેસ્‍કયુ કર્યાઃ ત્રણ મૃતકોમાં બે મુળ ઉનાના પસવાડાના કલ્‍પેશ લેવા (ઉ.વ.૨૯) અને તેના ભત્રીજા મયુર લેવા (ઉ.વ.૧૯) તથા ત્રીજો રાજકોટના અજય મકવાણા (ઉ.વ.૩૧)નો સમાવેશઃ ઘરકામ કરતી ૧૫ વર્ષની કવિતા નેપાળી ભાભીને બોલાવવા આવી ને દાઝી : ડી-વિંગ છઠ્ઠા માળે ફલેટ નં. ૫૦૩-૫૦૪ પાસે લોબીમાં એલીવેશન-ફર્નિચરનું કામ ચાલુ હતું પરંતુ ધુળેટીએ કારીગરોએ રજા રાખી હતીઃ બહાર પીઓપી વગેરેનો સામાન પડયો હોય કદાચ તેનાથી આગ વધુ પ્રસરી હોવાની શક્‍યતાઃ વિજપ્રવાહનો લોડ વધી જતાં શોર્ટ સરકિટ થયાનું પ્રાથમિક તારણઃ બ્‍લીંકીટનો ડિલીવરીબોય કલ્‍પેશ એલ્‍યુમિનીયમ ફોઇલ ડિલીવરી કરવા ૧૦મા માળે ગયો'તો તેનો ભત્રીજો મયુર સાથે ગયો અને મોત મળ્‍યું: જ્‍યારે સ્‍વીગીનો ડિલીવરી બોય અજય મકવાણા આઠમા માળે ફૂડ ડિલીવરી કરવા ગયો હતોઃ આગ ભભૂકતા ત્રણેય નીચે ઉતરતી વખતે લપેટમાં આવી ગયાની, કાચવાળુ બિલ્‍ડીંગ હોઇ ધૂમાડાથી ગુંગળામણ થયાની પણ શક્‍યતા : શહેરમાં એક તરફ રંગોના પર્વની ઉજવણી, બીજી તરફ આગની ઘટનામાં ત્રણ જીવ હોમાઇ જતાં કાળો કલ્‍પાંતઃ પરિવારોની તહેવારની ખુશી શોકમાં પરિણમી એફએસએલ અને પીજીવીસીએલની ટીમને સાથે રાખી ઘટના સ્‍થળે તપાસ કરાઇઃ શોર્ટ સરકિટને કારણે આગ લાગ્‍યાનું તારણઃ ડીસીપી જગદીશ બાંગરવા2:34 PM IST

આગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ : રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી : વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ : આ પ્રકારના તત્વો દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ, વીજ કનેક્શન, બેંકના નાણાકીય વ્યવહાર સહિતની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરાશે: પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના4:11 PM IST

કણકોટના રવિની પારડીમાં છરીના ૯ ઘા ઝીંકી હત્‍યા : લોધીકાના પારડીના પૂલ પાસે રાતે હત્‍યા કરાયેલી લાશ મળતાં મકવાણા પરિવારમાં અરેરાટીઃ શાપર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : દોઢ મહિના પહેલા જ પૂજા નામની યુવતિ સાથે લવમેરેજ કર્યા હતાં: પૂજા ઉર્ફ પૂનમે પ્રથમ લગ્નમાં છુટાછેડા બાદ ઉપલેટાના શખ્‍સ સાથે મૈત્રીકરાર કર્યા હતાં: છેલ્લે રવિ સાથે લગ્ન કરીને રહેતી હતીઃ અગાઉ રવિને પૂજાના આ પુર્વ પ્રેમીએ ધમકી આપ્‍યાનો અને તેણે જ હત્‍યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ : રવિ બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ માતા-પિતા કાલાવડ રોડના કણકોટમાં રહે છેઃ પૂજા સાથે લવમેરેજ બાદ પંદર દિવસ પહેલા જેતપુર રહેવા ગયો હતોઃ બે ત્રણ દિવસથી પારડીમાં પૂજાના માવતરના ગામે બંને રૂમ રાખીને રહેતાં હતાં2:32 PM IST

પરિણીતાની તેની માતાની હાજરીમાં જ કરણ ઉર્ફ કોૈશેલે બે વાર છેડતી કરી, ચુંદડી હવામાં ઉડાડી! : હોળીની રાતે રૈયાધાર ડ્રીમસીટી નજીક રૈયાધાર ઇન્‍દિરાનગરના શખ્‍સે ‘ખેલ' કર્યાઃ પોલીસે ગુનો નોંધ્‍યો બે વર્ષના પુત્ર, માતા સાથે પરિણીતા હોળીના દર્શન કરવા જતી હતી ત્‍યારે કરણે બાઇકથી કાવો મારી ચુંદડી ખેંચીઃ ડખ્‍ખો કરી જતો રહ્યો, થોડીવાર પછી ફરીથી આવી ફરી ચુંદડી ખેંચી ઉડાડીઃ પરિણીતાના માતા પર ઇંટ ફેંકીઃ ધુળેટીને દિવસે ઘર પર પથ્‍થરા, દારૂની પોટલી ફેંકવાની ધમકી દીધી ધમકી આપ્‍યા મુજબ ધુળેટીના દિવસે કરણ ઉર્ફ કોૈશલે ફરી ડખ્‍ખો કર્યોઃ પરિણીતાના પતિને છરીના ઘા ઝીંકી, સસરાને ધક્કો દઇ પછાડી દીધાઃ અલગથી ગુનો દાખલ થયો2:59 PM IST

પ્રદેશ કોંગ્રેસના ચારેય આગેવાનોએ બીનશરતી માફી માંગી લેતા કેસ પરત ખેંચી લેવા પુરશીષ રજૂ કરતા ભારદ્વાજ : પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્‍ધ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં : પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્‍ધ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં તમામ આરોપીઓ વોરંટના કામે નામદાર કોર્ટમાં હાજર થતા તમામની પ્‍લી નોંધી લેવામાં આવેલ હતીઃ ત્‍યારબાદ કેસ ચાલુ થવા પર આવતા ચારેય આરોપીઓએ ફરીયાદીની બીનશરતી માફી માંગેલ છે : નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુ ફેર કરવા માટે ભલામણ કરવા અંગેના બદનક્ષીકારક આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો કેસના આરોપી નં. (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય પ્રવિણ પરમાર (૨) સુખરામભાઈ રાઠવા (૩) શૈલેષભાઈ પરમાર (૪) સી.જે.ચાવડા કોર્ટમાં બીન શરતી માફી માંગતા શ્રી ભારદ્વાજએ કોર્ટમાં કેસ પરત ખેંચી લેવાની પુરશીષ આપેલ છે2:46 PM IST

ગઢડા(સ્‍વામીના)થી અયોધ્‍યા સુધીની ૧૬૦૦ કી.મી.ની પદયાત્રા યોજાઈ : આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદ મહારાજ, ભાવી આચાર્ય શ્રી નળળગેન્‍દ્રપ્રસાદજી મહારાજના આશિર્વાદથી ઘનશ્‍યામ વલ્લભ સ્‍વામી અને એસ.પી.સ્‍વામીનું સુંદર આયોજન : ૧૦૦ સાંખ્‍ય યોગીની બહેનો, ૧૫૦ પુરુષો અને ૧૫૦ મહિલાઓ સાથેની યાત્રા જય શ્રી રામ નામના નારા સાથે અયોધ્‍યા મંદિરમાં પહોચતા રામ જન્‍મભૂમિ ટ્રસ્‍ટના સચિવ શ્રી ચંપતરાયજીએ પદયાત્રીઓનું સ્‍વાગત કર્યુઃ ૪૩ દિવસે પદયાત્રા વિના વિઘ્‍ને પૂર્ણ થઈઃ ભાવિ આચાર્ય નૃગેન્‍દ્રપ્રસાદ મહારાજનો ૫૧ મો જન્‍મદિવસ અયોધ્‍યા ખાતે અત્‍યંત ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્‍યો11:07 AM IST

ગોંડલથી ગૂમ થયેલા રાજકુમાર જાટનું મોત ખાનગી ટ્રાવેલ્‍સ બસની ઠોકરે થયું હતું: ડ્રાઇવરની ધરપકડ : જેની હત્‍યા થયાની પિતા સહિતના સ્‍વજનો સતત શંકા કરતાં હતાં તે ઘટનામાં શહેર એસઓજીની ટીમે રાત દિવસ એક કરી સત્‍ય શોધી કાઢયું: રોડની વચ્‍ચે ચાલીને જતો યુવાન ડ્રાઇવર જોઇ ન શકતાં ઠોકરે ચડી ગયો હતોઃ અમદાવાદ પહોંચી શેઠને ફોન કરી રોઝડુ બસની ઠોકરે આવી ગયાનું ખોટુ કહ્યું હતું : મુસાફરોને પણ બમ્‍પ આવી જતાં બસ ઉછળી હોવાનું જણાવી દીધુ હતું: અકસ્‍માત સર્જી ભાગી ગયેલા જુનાગઢ રહેતાં બસ ચાલક ૬૧ વર્ષના રમેશ મેરની ધરપકડઃ એસઓજીએ ૧૫૦થી વધુ કેમેરા ઘટના સ્‍થળ આસપાસ ચેક કર્યાઃ એક ડમ્‍પર ચાલકે મહત્‍વની વિગતો જણાવી અને પોલીસ આરોપી સુધી પહોંચી11:57 AM IST