News of Tuesday, 24th September 2024
નોકરીઓ માટે લાઈનો લાગે છે ત્યારે બેરોજગારી ઘટ્યાનો દાવા
જુલાઈ-૨૩થી જૂન-૨૪ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર ૩.૨ ટકા નોંધાયો હતો : જે અગાઉના વર્ષે ૩.૧ ટકા હતો

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં બેરોજગારીની સમસ્યાથી ઘણા યુવાનો ત્રસ્ત હોવાના અનેક કિસ્સા જોવા મળે છે. તાજેતરમાં જ નજીવી સંખ્યામાં ભરતી પ્રક્રિયામાં હજારો યુવાનો ઉમટી પડ્યા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા, જેમાં એમબીએપ્રગ્રેજ્યુએટ થયેલા યુવાનો નજીવુ કામ કરવા તૈયાર છે. જો કે, બીજી તરફ સરકારી આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે. હાલમાં નેશનલ સેમ્પલ સર્વે દ્વારા જારી રિપોર્ટમાં બેરોજગારીનો દર સ્થિર થયો હોવાનું જાણવા મળ્યું છે.
લેબર ફોર્સ સર્વે રિપોર્ટ અનુસાર, જુલાઈ-૨૩થી જૂન-૨૪ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર ૩.૨% નોંધાયો હતો. જે અગાઉના વર્ષે ૩.૧% હતો. આ રિપોર્ટમાં ૧૫ વર્ષથી વધુ વયના લોકો સામેલ છે. સ્ત્રીઓમાં બેરોજગારીનો દર ગતવર્ષે ૨.૯%થી વધી આ વર્ષે ૩.૨% નોંધાયો છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જુલાઈપ્ર૨૩થી જૂન-૨૪માં ૬૦% હતો. જે ગતવર્ષના ૫૭.૯% કરતાં વધુ છે. પુરૂષોમાં આ રેટ ૭૮.૮% અને સ્ત્રીઓમાં ૪૧.૭ % નોંધાયો હતો.
થોડા સમય પહેલાં જ ગુજરાતના અંકલેશ્વરમાં હોટલમાં ભરતી પ્રક્રિયા દરમિયાન યુવાનોના ટોળે-ટોળા ઉભરાયા હતા. જેમાં નાસભાગ થતાં હોટલની રેલિંગ જ તોડી કાઢવામાં આવી હતી. બીજી તરફ હરિયાણામાં નગર સેવક (સફાઈ કામદાર)ની ભરતી જાહેર થતાં જ લાખો યુવાનોએ અરજી કરી હતી. આ યુવાનો ગ્રેજ્યુએટ, એમબીએ, બીસીએ, બીએસસી જેવી ડિગ્રી પણ ધરાવતા હતાં. જે દર્શાવે છે કે, યુવાનોને તેમની લાયકાતના ધોરણે કામ મળી રહ્યુ ન હોવાથી તેઓ કઈપણ કામ કરવા તૈયાર છે. મુુંબઈ એરપોર્ટ પર પણ સફાઈ કામદાર અને દેખરેખ રાખનારાની ભરતી સમયે હજારોની સંખ્યામાં અરજદારો પહોંચતા નાસભાગ મચી હતી.
દેશની કુલ વસ્તીમાં એલએફપીઆર (લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ) કામ કરવા લાયક લોકોને આવરી લે છે. ૧૫ વર્ષથી વધુ વયની સ્ત્રીઓ માટે એલએફપીઆર જુલાઈપ્ર૨૨થી જૂનપ્ર૨૩માં ૩૭ ટકાથી વધી જુલાઈપ્ર૨૩થી જૂન-૨૪માં ૪૧.૭ % થયો છે. જ્યારે પુરૂષોમાં આ રેટ ૭૮.૫%થી વધી ૭૮.૮% થયો છે. જુલાઈ, ૨૦૨૩થી જૂન, ૨૦૨૪ દરમિયાન વર્કર પોપ્યુલેશન રેશિયો ૫૮.૨% હતો, જે એક વર્ષ પહેલાં ૫૬.૦% હતો. આ આંકડો પુરુષોમાં ૭૬.૩ ટકા અને સ્ત્રીઓમાં ૪૦.૩% હતો. WPR ડેટા કુલ વસ્તીમાંથી કામ કરી રહેલા લોકોની ગણતરી કરે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે એપ્રિલ ૨૦૧૭માં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે શરૂ કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રોજગાર અને બેરોજગારીની સ્થિતિ દર્શાવવાનો છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
