News of Tuesday, 24th September 2024
ગાયિકા ઐશ્વર્યા મજમુદારને યુ.એસ.એ.ના કાર્યક્રમમાં વડાપ્રધાને શું કહ્યું?
મોદી સાથેની સેલ્ફી ઐશ્વર્યાએ પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરી : અમેરિકામાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ઐશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયું

મુંબઇ, તા.૨૪: વડાપ્રધાન મોદી સ્વૉડ દેશોની બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયાની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગતિવિધિ પર છે. અમેરિકાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન મોદીએ ન્યૂયોર્કના લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા. અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી પંદર હજારથી વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.વડા પ્રધાન મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા એ અગાઉ ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોના પાંચસો કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા.
ઐશ્વર્યા મજમુદારને જ્યારે વડા પ્રધાન મોદીના ના ઇન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે તેને માટે એક બહુ એકસાઇટિંગ ક્ષણ ખડી થઇ.. હજારો લોકોની ઉપસ્થિતિમાં ગાવાનો અનુભવ તો તેને પહેલાં પણ હતો જ પણ ભારતના વડા પ્રધાન ઉપસ્થિત રહેવાના હોય અને પંદર હજાર કરતા વધુ ભારતીયોની હાજરી હોય એ કાર્યક્રમમાં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવનની સૌથી ગર્વની ઘડી હતી. ઐશ્વર્યાએ પોતાના સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદી સાથેની સેલ્ફી શૅર કરીને તેમની વચ્ચે જે વાતચીત થઇ તે પણ બહુ ક્યૂટ અંદાજમાં ટાંકી છે.
તેણે લખ્યું છે કે મોદી સાથે તેણે સૌથી ક્યુટેસ્ટ વાતચીત કરી અને થોડી હળવી મજાક સાથે મોદીએ તેના માથે હાથ મુકી તેને આશીર્વાદ પણ આપ્યાં.
તમે માનશો નરેન્દ્રભાઇ મોદીએ ઐશ્વર્યાને તેનું વજન ઘટી ગયું છે તેમ પણ કહ્યું અને ઐશ્વર્યાએ આ વાત લખીને ઇન્સ્ટા પર ટાંક્યું છે કે તેમની વાત સાચી તો છે.
મોદીએ ગુજરાતની મીઠડી ઐશ્વર્યા સાથે લગભગ પાંચેક મિનિટ સુધી વાતચીત કરી. ઐશ્વર્યાએ આ વાતચીત શબ્દશઃ શૅર કરી છે. મોદીએ તેને પૂછ્યું કે, કેમ છે મમ્મી પપ્પા? હવે ક્યાં રહે છે? અમદાવાદ, ન્યૂ યૉર્ક, કે મુંબઈ?તને તો કેટલી નાની ૪ વર્ષની હતી ત્યારથી સાંભળીએ છીએ.ૅ
સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઇને મોદીને યાદ હોવું કે તે ઐશ્વર્યાને તેના નાનપણથી સાંભળે છે એ કેટલી મોટી બાબત છે અને માટે જ તેણે આ વાત લખીને કહ્યું છે કે આ તેની કોર પ્ર ખાસ મેમરી છે કારણકે તેમને આ યાદ હોવું અદભૂત કહેવાય.
ગુજરાતની મીઠડી એક નવા જ સ્તરે પહોંચી છે એમ કહેવામાં કોઇ અતિશયોકિત નથી. હાલ ઐશ્વર્યા પ્રિ-નવરાત્રી ઇવેન્ટ્સ માટે અમેરિકામાં છે અને ત્યાં વસતા ગુજરાતીઓ દ્વારા આયોજિત નવરાત્રિ ઉત્સવમાં પર્ફોર્મ કરી રહી છે. આપણે ત્યાં ગુજરાતીઓના માનીતા નોરતાની શરૂઆત હિન્દુ પંચાંગ મુજબ ભલે દસેક દિવસ બાદ થવાની હોય. પરંતુ અમેરિકામાં તો રાસ-ગરબાની રમઝટ એ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. ભારતમાં નવરાત્રિ ભલે નવ દિવસ ઉજવાતી હોય પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓકટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
