<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને આદરણીય નાના શંકરશેટનું નામ અપાશે : મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન બનાવવા માટે જોઈતી જમીન નાના શંકરશેટે આપી હતી

મુંબઈ: નાના શંકરશેટે મુંબઈના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના કામની કદરરૂપે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને તેમનું નામ અપાશે તેવું રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળે છે.

નામદાર જગન્નાથ શંકરશેટ પ્રતિષ્ઠાનના વંશજ સુરેન્દ્ર શંકરશેટ, ડૉ. ગજાનના રત્નપારખી, એડ. મનમોહન ચોણકર સહિતના પ્રતિનિધિ મંડળે વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત લીધી હતી ત્યારે અધ્યક્ષ નાર્વેકરે તેમને તે અંગે જણાવ્યું હતું. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન બનાવવા માટે જોઈતી જમીન નાના શંકરશેટે આપી હતી.

સરકાર તેમનું સ્મારક પણ વડાલામાં બનાવવા માંગે છે. પાઠ્યપુસ્તકમાં તેમના અંગેનો એક અધ્યાય સામેલ કરવાની પણ માગણી કરવામાં આવી છે, જેમાંથી ૩ માગણીઓ તો આવતા બે મહિનામાં પૂરી કરવામાં આવે તેવું જણાય રહ્યું છે

(4:51 PM IST)