<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે cold play કોન્સર્ટ ?

જોકે આ કોલ્ડ પ્લે કોન્સર્ટ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

નવી દિલ્હી : ભારતમાં કોલ્ડપ્લેના ચાહકોનો મોટો વર્ગ રવિવાર 22 સપ્ટેમ્બરના રોજ અત્યંત નિરાશ થયો હતો. જ્યારે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બેન્ડના મુંબઈ શોની ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. જો કે એવું લાગે છે કે આપણે બધાને A Sky Full of Stars ના Adventure of a Lifetime માણવાની બીજી તક મળવાની છે.

કોલ્ડપ્લેને લઇ ચર્ચાતી વાતો મુજબ કોલ્ડપ્લે ભારતમાં વધુ એક શો ઉમેરે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયા હેન્ડલ X પરના કેટલાક લોકો અને પોસ્ટ્સ દાવો કરે છે કે ક્રિસ માર્ટિન 25 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદના ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રદર્શન કરે તેવી શક્યતા છે. આ અટકળોએ દેશભરના નેટીઝન્સ અતિ ઉત્સાહિત કર્યા છે. જેના પરિણામે શહેરની હોટેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

ત્યારે આ અટકળો વચ્ચે એક યુઝરે ટ્વીટ કર્યુ હતુ જેમા લખ્યુ હતુ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે Coldplay Concert. અમદાવાદ માં 25મી જાન્યુઆરી, 2025 માટે હોટેલના દરો વધી રહ્યા છે,” એક યુઝર્સે X પર લખ્યું. 24 જાન્યુઆરીની રાતે અમદાવાદમાં વેચાયેલી 23 ફાઇવ-સ્ટાર હોટલ પહેલેથી જ વેચાઈ ગઈ છે. @bookmyshow અને @ColdplayIndia

જો કે એ પણ નોંધવું જોઈએ કે આ અમદાવાદ કોલ્ડપ્લે શો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન કોલ્ડપ્લે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈમાં પ્રદર્શન કરશે. જેમાં વાયાગોગોના કોલ્ડપ્લે ટિકિટ પેજમાં મૂળ રૂ. 4,000ની કિંમતની ટિકિટો પ્રતિ ટિકિટ રૂ. 778,952માં વેચાઈ રહી છે.

અન્ય યુઝર મૂળ રૂ. 12,500ની ટિકિટ રૂ. 1.21 લાખમાં રિસેલ કરી રહ્યા છે. લાઉન્જ ટિકિટ જેની મૂળ કિંમત રૂ. 35,000 છે તેને રૂ. 1.01 લાખમાં ફરીથી વેચવામાં આવી રહી છે. આજે સવારે પ્લેટફોર્મ પર 270,575 રૂપિયાની લાઉન્જ ટિકિટ કથિત રીતે વેચાઈ હતી.

(7:30 PM IST)