News of Tuesday, 24th September 2024
તિરુપતિ બાદ સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદના પેક્ટ પર ઉંદરના બચ્ચા જોવા મળ્યા
સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદના પેકેટો પર ઉંદરના બચ્ચા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે મંદિર ટ્રસ્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે.

એક બાજુ જ્યારે તિરુપતિ મંદિરના લાડુઓને લઈને વિવાદ ચાલી જ રહ્યો છે. ત્યારે સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રસાદના પેકેટો પર ઉંદરના બચ્ચા જોવા મળી રહ્યા છે.
સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદના પેકેટ પર ઉંદરના બચ્ચા જોવા મળ્યા
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વાદળી રંગની ટ્રેમાં ફાટેલા પેકેટ પર ઉંદરના બચ્ચા જોવા મળી રહ્યા છે. આ સાથે પ્રસાદની ટોકરી પણ કોતરાયેલી જોવા મળી હતી. જેને લઈને હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદ લાડુની શુદ્ધતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ પ્રમુખે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે દરરોજ લાકોની સંખ્યામાં લાડુ વહેંચવામાં આવે છે અને જ્યાં તે તૈયાર કરવામાં આવે છે તે સ્વચ્છ જગ્યા છે. આ વીડિયોમાં ગંદી જગ્યા બતાવવામાં આવી છે. હું જોઈ શકું છું કે આ વીડિયો મંદિરનો નથી અને તે ક્યાંક મંદિરની બહાર શૂટ કરવામાં આવ્યો છે.
લેબમાં ટ્રેસ્ટિંગ બાદ બને છે સિદ્ધિ વિનાયકનો પ્રસાદ
ટ્રસ્ટના પ્રમુખે વધુમાં જણાવ્યું કે ઘી, કાજૂ સહિત અન્ય સામગ્રીને પહેલા લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. એટલું જ નહિ પાણી પણ ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમે તે સુનિશ્વિત કરીએ છીએ કે ભક્તોને આપવામાં આવેલો પ્રસાદ શુદ્ધ હોય.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
