News of Tuesday, 24th September 2024
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ ને મળશે ખુશખબર ? આઠમું વેતન પાંચ લાગુ થવાની તૈયારી

નવી દિલ્હી : 8માં વેતન પંચ વિશે ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. અલબત્ત સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન આપવામા આવ્યું નથી. જો કે દિવાળી પહેલા સરકારી કર્મચારઓને ખુશી સમાચાર મળશે તેવી અટકળો ચાલી રહી છે. 8મું વેતન પંચ લાગુ થવાની સાથે સરકારી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે.
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ ઝડપથી 8મું વેતન પંચ લાગા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ ઓલ ઈન્ડિયા રેલવેમેંસ ફેડરેશન (AIRF)ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, જાન્યુઆરી 2026માં કેન્દ્રીય સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો થશે. એવી અપેક્ષા છે કે, મોદી સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં 8માં વેતન પંચની જાહેરાત કરી શકે છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
