<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી હવે ચોમાસાએ વિદાય લીધી: મુંબઈમાં આજે ૩ ઇંચ વરસાદ પડ્યો: અનેક રાજ્યોમાં વરસાદ પડશે: મુંબઈ મહારાષ્ટ્ર ગોવા ઉપર ભારે વાદળા

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી હવે ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાની વિદાય વધુ મોડી થશે. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે પશ્ચિમ દિશામાં આગળ વધશે. 

હવે મુંબઈ સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. મુંબઈમાં આજે સાંતાક્રુઝ ખાતે ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

મુશળધાર વરસાદને કારણે ગુજરાતમાં કેટલાક સ્થળે પૂર પણ આવી શકે છે. 

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં સારો વરસાદ પડશે.

જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ વરસાદ શરૂ થઈ શકે છે. દિલ્હીમાં કાલે હળવો અને પછી બે દિવસ જોરદાર વરસાદની સંભાવના છે.

પૂર્વ રાજસ્થાનમાં ૨૪ કલાક બાદ વરસાદ વધશે તેમ સ્કાયમેટનો લેટેસ્ટ વર્તારો જણાવે છે. પહાડો પર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

લેટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર ગોવા ઉપર ભારે વાદળા દર્શાય છે.

(10:58 PM IST)