<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

રાજસ્થાનના બિકાનેરમાં મહા કૌભાંડ બહાર આવ્યું : સરકારને 12 કરોડ 42 લાખનો ચુનો લગાવ્યો

અમુક લોકો વિદેશમાં નોકરી કરે છે અને ભારતમાં પણ સરકારી નોકરી નો પગાર લઈ રહ્યા હતા, 30 વર્ષથી ચાલી રહ્યો હતો એ ખેલ, એમાંથી તો કેટલાય સરકારી કર્મચારીઓ તો નિવૃત પણ થઈ ગયા

બીકાનેર: રાજસ્થાનના બીકાનેરમાંથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં અમુક લોકો વિદેશમાં નોકરી કરતા કરતા ભારતમાં પણ સરકારી નોકરીનો પગાર લઈ રહ્યા હતા. કેટલાય ઓફિસરે નિયમ અને કાયદાના ધજાગરા ઉડાવતા સરકારને 12 કરોડ 42 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ ખેલ 30 વર્ષથી ચાલી રહ્યો હતો, પણ તેના પર કોઈનું ધ્યાન જતું નહોતું. ત્યારે આવા સમયે કેટલાય સરકારી કર્મચારીઓના નિવૃત પણ થઈ ચુક્યા છે. હવે ઓડિટ વિભાગે વસૂલીના આદેશ આપ્યા છે.
રાજસ્થાન પશુચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સિટી બીકાનેરમાં કરોડો રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. અહીં નિયમોના ધજાગરા ઉડાવતા પગાર અને અન્ય ભથ્થાઓ આપવામાં આવતા હતા. તો વળી આ કર્મચારીઓ અહીં તો પગાર લેતા હતા, પણ તેની સાથે સાથે તેઓ વિદેશમાં રહીને નોકરી કરે છે. આમ આવું કરીને તેમણે 12 કરોડ 42 લાખ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. જ્યારે યુનિવર્સિટીને લોકલ ફંડ, જનરલ ઓડિટ અને એજી ઓડિટ થાય છે. તેમ છતાં કેટલાય વર્ષોથી આ કૌભાંડ એમ જ ચાલતું હતું. આ મામલે તાત્કાલિક કુલપતિ, કુલસચિવ અને યૂનિટ પ્રભારીને પણ જવાબદાર ગણાવ્યા છે. હવે ઓડિટ વિભાગે વસૂલીના આદેશ આપ્યા છે. જેના કારણે યુનિવર્સિટીના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે.

(9:24 PM IST)