<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

તામિલનાડુના ભાજપના નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી

નવી દિલ્હી :  આ નેતાએ લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરી  કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે.
તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ SC-ST, OBC અનામત સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ સાથે તેમણે અનેક મુદ્દાઓ માટે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપને જવાબદાર ઠેરવી હતી. હવે રાહુલ ગાંધીના નિવેદનો અંગે તમિલનાડુના 30 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જોઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે. અમે 30 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેમણે પોતાના નિવેદનો બદલ માફી માંગવી જોઈએ.
રાહુલે અનામત સહિત અનેક મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી
અમેરિકાના પ્રવાસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ અનામતની સાથે-સાથે દેશમાં બેરોજગારી, ચીન અને શીખોને લઈને પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી પરંતુ કુશળ લોકોનું સન્માન કરવામાં આવતું નથી.

જ્યારે કોંગ્રેસ નેતાને અનામત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ત્યારે જ તેને ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તક મળવા લાગશે, પરંતુ હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી. આ સિવાય તેમણે અનામતના મુદ્દે ભારતની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેની નીતિઓની પણ આકરી ટીકા કરી હતી.
ભાજપે રાહુલની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો
ભાજપે પણ અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ હવે માત્ર નેતા અને સાંસદ નથી, તેઓ વિપક્ષના નેતા છે, તેથી તેમણે તેમની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. આવા નિવેદનો કરવાથી વિદેશમાં ભારતની છબી પર નકારાત્મક અસર પડી શકે છે.

(9:29 PM IST)