<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

તિરુપતિ બાલાજી મંદિરમાં લાડૂના પ્રસાદમાં પશુની ચરબી ભેળવવાની બાબતે સુબ્રમણ્યમ સ્વામી યાચિકા લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : સુપ્રીમ કોર્ટ લાડૂ પર સુનાવણી હાથ ધરશે

નવી દિલ્હી: તિરુપતિ બાલાજી મંદિરમાં લાડૂના પ્રસાદમાં પશુની ચરબી ભેળવવાની બાબતે જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડૂના પ્રસાદમાં પશુની ચરબીનો ઉપયોગ થવા પર વિરોધ વચ્ચે સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. યાચિકામાં આ બાબતે તપાસ કરવા માટે એસઆઇટી ની રચના કરવા માગણી કરી છે.

આ બાબતે હિન્દુ સેનાના અધ્યક્ષ સુરજીત સિંહ યાદવે સુપ્રીમ કોર્ટમાં  યાચિકા દાખલ કરી છે. આ બાબતે વકીલ સત્યમ સિંહ રાજપુતે એક પત્ર  યાચિકા ભારતના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડડને પ્રેષિત કરી હતી. લૈબ રિપોર્ટના  હવાલે થી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે,  મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા શુદ્ધ ઘીમાં જાનવરોની ચરબી ભળી છે. તે ઉપરાંત પ્રસાદ બનાવવામાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યાર પછીથી દેશમાં રાજનીતિક ભૂચાલ આવી ગયો છે.

મંદિરના કાર્યકારી અધિકારી શામલા રાવે જણાવ્યું હતું કે, એક સંવેદી પેનલ સ્થાપિત કરવામાં આવી છે, જે સુગંધ, સ્વાદ અને બનાવટના માપદંડો પર ખાદ્ય નમૂનાનું મૂલ્યાંકન કરશે. ભગવાન વેંકટેશ્વરને માટે આયોજિત જુદા જુદા કાર્યક્રમોમાં-ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન થયેલ કોઈપણ “દોષ” ને દૂર કરવા માટે દર વર્ષે ટીટીડી “પવિત્રોત્સવમ્” નું આયોજન કરે છે.

(9:33 PM IST)