News of Tuesday, 24th September 2024
ગેંગરેપ ના કેસમાં યુપી પોલીસએ 6 યુવકોની કરી ધરપકડઃ સેક્સ રેકેટનો કેસ દાખલ કરીને તમામને જેલમાં મોકલ્યા
- ચાલતી કારની અંદર યુવતી સાથે ગેંગરેપ કર્યા હોવાનું સામે આવ્યું છતાં યુવતીએ પોલીસને તમામ યુવકોને છોડી દેવાની કરી માગ કરીઃ

નવી દિલ્હીઃ ગત દિવસોમાં ઉત્તરપ્રદેશના અંબેડકનગરમાં એક યુવતી સાથે ગેંગરેપકરવાની ઘટના સામે આવી હતી. તેના કારણે ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ હચમચી ગયો હતો. કારણ કે... 6 યુવકો દ્વારા ચાલતી કારની અંદર 1 યુવતી સાથે ગેંગરેપ કર્યા હોવાની માહિતી સામે આવી હતી. જોકે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો હતો, ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
ઉત્તરપ્રદેશમાંથી આ ઘટના 23 સપ્ટેમ્બરના રોજ સામે આવી હતી. આંબેડકરનગરની પાસે એક કાર ઉભી હતી. અને કારનો કાચ ખુલ્લો હતો. ત્યારે આ ખુલ્લામાંથી રાહદારીઓ જે દ્રશ્ય જોતા હતાં, તેને જોઈને તેઓ હચમચી ગયા હતાં. કારણે કે... કારની અંદર 6 યુવકો એક સાથે 1 યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા હતાં. ત્યારે યુવતી સહિત તમામ યુવકો અશ્લિલ હરકતો સરાજાહેર રસ્તા પર કરી રહ્યા હતાં. ત્યારે લોકોને લાગ્યું કે, આ એક ઉત્તરપ્રદેશ ની ઘટના છે, ત્યારે પોલીસ ને જાણ કરતા Police તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર આવી હતી.
પોલીસે એ ઘટનાસ્થળ પર પહોંચીને યુવતી સહિત તમામ યુવકોને ઝડપી પાડ્યા હતાં. તે ઉપરાંત તેમની કાર પણ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે તમામ યુવકો પર રેપનો કેસ દાખલ કરીને કાર્યવાહી શરું કરી હતી. પરંતુ પોલીસ સમક્ષ યુવતીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે, તેણી તેની મરજીથી યુવકો સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવકો પાસેથી તેને 5 થી 6 હજાર રૂપિયા આપવાની વાત થઈ હતી. યુવતીએ તમામ યુવકોને નિર્દોષ ગણાવ્યા છે, તે ઉપરાંત તેમને છોડી દેવા માટે પોલીસ ને અરજી કરી છે.
જોકે આ 6 યુવકો પૈકી એક વ્યક્તિ બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે કામ કરે છે. ત્યારે આ કેસમાં સતીશ કુમાર, શિવમ યાદવ, અમૃત પાલ, પવન, મુકેશ યાદવ અને ઋતિક નામના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ તમામ લોકો પરથી રેપનો કેસ પરત રદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુવતીનું નામ નિશા સામે આવ્યું છે. ત્યારે અંતે સેક્સ રેકેટનો કેસ દાખલ કરીને યુવતી સહિત તમામને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
