News of Wednesday, 25th September 2024
જાણો... દેશના કયા રાજ્યમાં સૌથી વધુ બેરોજગાર યુવા
લક્ષદ્વીપમાં ૧૫ થી ૨૯ વર્ષની વય વચ્ચે સૌથી વધુ ૩૬.૨ ટકા બેકારી : કેરળમાં પણ બેરોજગારી વધુ

નવી દિલ્હી તા. ૨૫ : PLFS એટલે કે સામયિક લેબર ફોર્સ સર્વે ડેટા બહાર પાડવામાં આવ્યો છે. એવા અહેવાલો છે કે યુવાનોની દ્રષ્ટિએ સૌથી ખરાબ બેરોજગારીનો સામનો કરી રહેલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેરળનું નામ પણ સામેલ છે. વાર્ષિક અહેવાલ મુજબ, જુલાઈ, ૨૦૨૩ થી જૂન, ૨૦૨૪ સુધી ૧૫ વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે બેરોજગારીનો દર ૩.૨ ટકા પર સ્થિર છે.
સર્વેક્ષણના ડેટાને ટાંકીને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે કેરળમાં ૧૫-૨૯ વર્ષની વય જૂથમાં બેરોજગારીનો દર ૨૯.૯ ટકા છે. તેમાંથી મહિલાઓમાં બેરોજગારી ૪૭.૧ ટકા છે અને પુરુષોમાં આ આંકડો ૧૯.૩ ટકા છે. રિપોર્ટ અનુસાર આ વયજૂથમાં મધ્યપ્રદેશમાં સૌથી ઓછો બેરોજગારી દર છે. આ પછી ગુજરાતનો નંબર આવે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથમાં સૌથી વધુ ૩૬.૨ ટકા બેરોજગારીનો દર નોંધાયો છે. અહીં, મહિલાઓના કિસ્સામાં બેરોજગારી ૭૯.૭ ટકા છે અને પુરૂષોના કિસ્સામાં આ આંકડો ૨૬.૨ ટકા છે. આ પછી આંદામાન અને નિકોબાર ટાપુઓ છે, જયાં બેરોજગારી દર ૩૩.૬ ટકા છે. અહીં મહિલાઓમાં બેરોજગારી ૪૯.૫ ટકા અને પુરૂષોમાં ૨૪ ટકા છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં પણ યુવા બેરોજગારીનો દર ઊંચો છે. ગોવામાં આ આંકડો ૧૯.૧ ટકા છે.
સોમવારે બહાર પાડવામાં આવેલા દેશના નવીનતમ અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ ૨૦૨૩-જૂન ૨૦૨૪ દરમિયાન વાર્ષિક ધોરણે પુરુષો માટે યુઆરમાં થોડો ઘટાડો થયો હતો. આ આંકડો ૩.૩ ટકાથી ઘટીને ૩.૨ ટકા થયો છે. સમાન સમયગાળા દરમિયાન મહિલાઓમાં UR ૨.૯ ટકાથી વધીને ૩.૨ ટકા થયો હતો. જુલાઈ ૨૦૨૩ - જૂન ૨૦૨૪ દરમિયાન ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે નોર્મલાઇઝ્ડ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ ૬૦.૧ ટકા હતો. ગયા વર્ષે આ આંકડો ૫૭.૯ ટકા હતો. સમીક્ષા હેઠળના સમયગાળામાં, આ આંકડો પુરૂષો માટે ૭૮.૮ ટકા અને સ્ત્રીઓ માટે ૪૧.૭ ટકા હતો. સામાન્ય સંજોગોમાં, ૧૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટેનો LFPR દર જુલાઈ, ૨૦૨૨ - જૂન, ૨૦૨૩ દરમિયાન ૩૭.૦ ટકાથી વધીને જુલાઈ, ૨૦૨૩ - જૂન, ૨૦૨૪ દરમિયાન ૪૧.૭ ટકા થયો છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
