News of Wednesday, 25th September 2024
મુંબઇમાં ૩ ઇંચઃ અનેક રાજયોમાં વરસાદ પડશેઃ મુંબઇ, મહારાષ્ટ્ર, ગોવા ઉપર ભારે વાદળા
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી હવે ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાની વિદાય વધુ મોડી થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે પヘમિ દિશામાં આગળ વધશે. હવે મુંબઈ સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. મુંબઈમાં આજે સાંતાક્રુઝ ખાતે ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.મુશળધાર વરસાદને કારણે ગુજરાતમાં કેટલાક સ્થળે પૂર પણ આવી શકે છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ, મહારાષ્ટ્ર અને તેલગાંણા સહિત પૂર્વોતર રાજયોમાં સારો વરસાદ પડશે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ વરસાદ શરૂ થઈ શકે છે. દિલ્હીમાં કાલે હળવો અને પછી બે દિવસ જોરદાર વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાનમાં ૨૪ કલાક બાદ વરસાદ વધશે તેમ સ્કાયમેટનો લેટેસ્ટ વર્તારો જણાવે છે. પહાડો પર પણ હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
દરમિયાન રાજકોટ શહેરમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે. લેટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર ગોવા ઉપર ભારે વાદળા દર્શાય છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
