News of Wednesday, 25th September 2024
લિપસ્ટિક કેમ લગાડી ? મહિલા કર્મચારીની થઇ બદલી
ચેન્નાઇની વિચિત્ર પ્રકારની ઘટના

ચેન્નાઇ, તા.૨૫: ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ મહિલા માર્શલ માધવીની બદલી કરવામાં આવી છે. આ ટ્રાન્સફરનું કારણ સાંભળીને તમને નવાઈ લાગશે કારણ કે આ ટ્રાન્સફર લિપસ્ટિક લગાવવાના કારણે થઈ છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન મેયર પ્રિયાએ લેડી માર્શલને લિપસ્ટિક ન લગાવવા ની સૂચના આપી હતી પરંતુ તેણે તેનું પાલન કર્યું ન હતું. જે બાદ મહિલા દફાદારને મેયર ઓફિસમાંથી હટાવીને મનાલી ઝોન ઓફિસ મોકલી દેવામાં આવી છે.
જોકે, મેયર પ્રિયાએ ભારપૂર્વક કહ્યું છે કે આ ટ્રાન્સફરને લિપસ્ટિક સાથે કોઈ લેવાદેવા નથી. માધવીની બદલી બાદ ચેન્નાઈના મેયરની ઓફિસમાં દફાદારનું પદ ખાલી છે. ચેન્નાઈમાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો માધવીને થયેલા અન્યાયની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે મેયરના આદેશનું પાલન કરવું જરૂરી છે.
તમને જણાવી દઈએ કે મેયર પ્રિયાના અંગત સહાયકે થોડા દિવસો પહેલા એસબી માધવી (૫૦)ને કહ્યું હતું કે તે લિપસ્ટિક લગાવીને ન આવે જ્યારે માધવીએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા તો થોડીવારમાં જ તેની બદલી થઈ ગઈ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મેયરના પીએએ ૬ ઓગસ્ટે લેડી માર્શલને ટ્રાન્સફર લેટર મોકલ્યો હતો. આ પછી, તેમના મેમોના જવાબમાં માધવીએ લખ્યું, તમે મને લિપસ્ટિક લગાવવાની મનાઈ કરી હતી, પરંતુ મેં કર્યું. જો આ ગુનો છે તો મને સરકારી આદેશ બતાવો જે મને લિપસ્ટિક લગાવતા અટકાવે.
લેડી માર્શલ માધવીએ વધુમાં જણાવ્યું હતું કે આ સૂચના માનવ અધિકારોની વિરુદ્ધ છે. જો મેં ફરજના સમય દરમિયાન કામ ન કર્યું હોત તો તમારો મેમો સાચો હોત.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
