News of Wednesday, 25th September 2024
પાકિસ્તાનમાં એન્ટિ સાઇકલોનિક પવનો વિસ્તાર બનવા લાગ્યો: ડિપ્રેશનમાં ફેરવાશે: ચોમાસુ થોડો સમય રોકાઈ જશે: પૂર્વ રાજસ્થાન અને પૂર્વ ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે

પાકિસ્તાનના મધ્ય ભાગોમાં એન્ટિસાયક્લોનિક પવનોનો વિસ્તાર બનવા લાગ્યો છે. તેની અસરને કારણે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી સૂકા પવનો ફૂંકાશે અને પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થશે. પરંતુ તે પછી ચોમાસું થોડો સમય રોકાઈ જશે. બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ નીચા દબાણનું સર્જન કરશે જે પશ્ચિમ તરફ આગળ વધતા ડિપ્રેશનમાં મજબૂત બનશે.
તેની અસરને કારણે તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સારો વરસાદ થશે. બે દિવસ પછી બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ પડશે. ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરની આસપાસ દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડશે.
અત્યારે બપોરે પોણા ત્રણ વાગ્યાની લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર આછા વાદળા અને અરબી સમુદ્રમાં જોરદાર વાદળા છવાયેલા નજરે પડે છે. (સ્કાયમેટનો લેટેસ્ટ અહેવાલ.)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
