News of Wednesday, 25th September 2024
તમામ સ્કૂલો બાળકોની સુરક્ષા માટે કેન્દ્રની ગાઇડલાઇનનો ફરજિયાત અમલ કરે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.૨૫: સ્કૂલમાં બાળકો પર થતા જાતીય અત્યાચારના વિરોધમાં નૉન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન બચપન બચાઓ આંદોલન દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી વખતે ફઞ્બ્ના વકીલ દ્વારા બદલાપુરની ઘટનાનો ઉલ્લેખ કરીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. એથી સુપ્રીમ કોર્ટે આ બાબતે દરેક રાજ્ય અને યુનિયન ટેરિટરીના સચિવને એક પત્ર લખીને કહ્યું છે કે કેન્દ્ર સરકારે સ્કૂલમાં બાળકોની સુરક્ષા અને સંરક્ષણ બાબતે ગાઇડલાઇન બહાર પાડી છે એનું દરેક સ્કૂલમાં પાલન કરવામાં આવે એટલું જ નહીં, નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇ્ટસ (ફઘ્ભ્ઘ્ય્)ને સ્કૂલો દ્વારા એ ગાઇડલાઇન પાળવામાં આવે છે કે નહીં એની ચકાસણી કરીને રિપોર્ટ આપવા જણાવ્યું છે. એ ગાઇડલાઇન્સ મુજબ સરકારી, ગવર્નમેન્ટ એઇડેડ અને પ્રાઇવેટ એમ બધી જ સ્કૂલનું મેનેજમેન્ટને બાળકોની સુરક્ષા માટે જવાબદાર ગણાશે એમ જણાવાયું છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
