<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

જમ્‍મુ-કાશ્‍મીરમાં બપોર સુધીમાં અંદાજે 50 ટકા મતદાન : 239 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર ઉત્‍સાહપૂર્વક મતદાન : પીએમ મોદીએ ટ્‍વીટ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓને અભિનંદન પાઠવ્‍યા

નવી દિલ્‍હી તા. 25 : જમ્‍મુ-કાશ્‍મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બંપર મતદાન થયું છે. જમ્‍મુ-કાશ્‍મીરની 26 વિધાનસભા મતવિસ્‍તારના મતદારોએ આજે ઉત્‍સાહપૂર્વક મતદાન કર્યું હતું.બપોર સુધીમાં અંદાજે 50 ટકા મતદાન થયું હતું. સવારથી જ તમામ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. મતદારોમાં ભારે  ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. શ્રીનગરના બલહામા, માતા વૈષ્‍ણોદેવી વિધાનસભા, નૌશેરા, ગાંદરબલ અને રાજૌરીમાં ચૂંટણી પહેલા કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ટ્‍વીટ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓને અભિનંદન પાઠવ્‍યા. ગાંદરબલ, પૂછ, બડગામ, રાજૌરી, રિયાસી, શ્રીનગરમાં લાંબી લાઈનો જોવા મળી હતી.

આજના મતદાનમાં નેશનલ કોન્‍ફરન્‍સના ઉપાધ્‍યક્ષ ઓમર અબ્‍દુલ્લા સહિત 239 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકોના 239 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આજે જયાં મતદાન થવાનું છે તે જિલ્લાઓમાં રાજૌરી અને બડગામ મુખ્‍ય છે. રાજૌરીમાં ચૂંટણીની જવાબદારી વિકલાંગ કામદારોની છે. આજે ચૂંટણી વિસ્‍તારમાં, ત્રણ જિલ્લા ખીણમાંથી અને ત્રણ જમ્‍મુ વિભાગના છે. જમ્‍મુ અને કાશ્‍મીર બીજેપી ચીફ રવિન્‍દર રૈના, પૂર્વ મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લા અને PCC પ્રમુખ તારિક હમીદ કારાનું ભાવિ આજે ચ્‍સ્‍પ્‍ મશીનમાં સીલ થઈ જશે.

જમ્‍મુ-કાશ્‍મીરની 26 વિધાનસભા મતવિસ્‍તારોમાં 3,500 મતદાન મથકો બનાવવામાં આવ્‍યા છે. તેના પર 13,000થી વધુ પોલિંગ સ્‍ટાફ તૈનાત કરવામાં આવ્‍યો છે. કોઈપણ અનિચ્‍છનીય ઘટનાને ટાળવા માટે મોટી સંખ્‍યામાં પોલીસ, સશષા પોલીસ દળો અને કેન્‍દ્રીય સશષા અર્ધલશ્‍કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્‍યા છે. અધિકારીઓએ જણાવ્‍યું કે બીજા તબક્કાનું મતદાન ભયમુક્‍ત વાતાવરણમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે દરેક મતદાન મથકની આસપાસ બહુસ્‍તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવી છે.

જમ્‍મુ-કાશ્‍મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 18 સપ્‍ટેમ્‍બરે 24 વિધાનસભા મતવિસ્‍તારોમાં મતદાન થયું હતું. જયારે બીજા તબક્કામાં 26 બેઠકો પર મતદાન થશે જયારે ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર 1 ઓક્‍ટોબરે મતદાન થશે. 8મી ઓક્‍ટોબરે મતગણતરી હાથ ધરાશે.

(3:29 PM IST)