News of Wednesday, 25th September 2024
અખિલ ગુજરાત લોહાણા મહાજનના નવનિયુક્ત પ્રમુખ જીતુભાઇ લાલ ‘અકિલા'ના આંગણે

રાજકોટ : રઘુવંશીઓની રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત અને વર્ષો જૂની સંસ્થા ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિયુકત પ્રમુખ, જામનગરના નામાંકિત ઉદ્યોગપતિ અને ધુરંધર રઘુવંશી અગ્રણી શ્રી જીતુભાઇ લાલ (મો. 98240 23331) અકિલાના આંગણે આવ્યા હતા અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા હતા તથા જ્ઞાતિ સંગઠન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી જે તસ્વીરમાં જોઇ શકાય છે. વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ પણ શ્રી જીતુભાઇ લાલને આવકાર્યા હતા. શ્રી જીતુભાઇ લાલ સાથે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત સમયે અમદાવાદ (પૂર્વ) લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ માવાણી, સુરત સમસ્ત લોહાણા મહાજનના પ્રમુખ શૈલેષભાઇ સોનપાલ, બરોડા લોહાણા મહાજનના પ્રમુખ મગનભાઇ રૂપારેલ, આણંદ લોહાણા મહાજનના પ્રમુખ પ્રવિણભાઇ ઠક્કર, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ મોદી, રઘુવંશી ક્રાંતિ મંચ, અમદાવાદના ધર્મેશભાઇ ઠક્કર, અમદાવાદના પત્રકાર જીગરભાઇ ઠક્કર, તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ યોગેશભાઇ ઉનડકટ, જૂનાગઢના પંકજભાઇ રૂપારેલીયા વિગેરે સાથે રહ્યા હતા જેઓ દૃશ્યમાન થાય છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
