News of Wednesday, 25th September 2024
AAP સરકારનો 'વિન્ટર એક્શન પ્લાન : દિલ્હીવાસીઓએ શિયાળામાં 'વર્ક ફ્રોમ હોમ' માટે તૈયાર રહેવું જોઈએ : દિલ્હી સરકારે 21 મુદ્દાનો વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો : પ્રદૂષણ વધે તો ઓડ-ઈવન લાગુ થઈ શકે છે
આ વખતે અમે 21 મુદ્દાનો વિન્ટર એક્શન પ્લાન બનાવ્યો છે જેના આધારે અમે કામ શરૂ કરીશું." : દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય

નવી દિલ્હી તા.૨૫ : દિલ્હી સરકારે શિયાળામાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. જો આગામી શિયાળામાં પ્રદૂષણ વધશે તો ઓડ-ઈવન લાગુ થઈ શકે છે. આ વખતે વિન્ટર એક્શન પ્લાનની થીમ 'ચાલો આપણે સાથે મળીને પ્રદૂષણ સામે લડીએ' રાખવામાં આવી છે.
દિલ્હીવાસીઓએ શિયાળામાં 'વર્ક ફ્રોમ હોમ' માટે તૈયાર રહેવું જોઈએ.દિલ્હી સરકારે 21 મુદ્દાનો વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છેપ્રદૂષણ વધે તો ઓડ-ઈવન લાગુ થઈ શકે છે.
દિલ્હી સરકારે શિયાળામાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયનું કહેવું છે કે, "આ વખતે અમે 21 મુદ્દાનો વિન્ટર એક્શન પ્લાન બનાવ્યો છે જેના આધારે અમે કામ શરૂ કરીશું." દિલ્હીમાં પ્રથમ વખત પ્રદૂષણના કારણો શોધવા માટે ડ્રોનથી હોટ સ્પોટ પર નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
