News of Wednesday, 25th September 2024
બોલિવૂડ એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌત દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓને પરત લાવવાની માગણી બાદ વિવાદ વધતા માફી માગી : કંગના રનૌતે કહ્યું કે જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું દિલગીર છું અને હું મારા શબ્દો પાછા લઉં છુ
હવે હું માત્ર કલાકાર જ નથી પણ ભાજપનો કાર્યકર પણ છું'મારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દોનું સન્માન કરવું જોઈએ'

નવી દિલ્હી તા.૨૫ : કંગનાએ ત્રણ કૃષિ કાયદાઓ પર આપેલા નિવેદન માટે માફી માંગી છે.કંગનાએ ત્રણેય કૃષિ કાયદાઓ પર પોતાના નિવેદન માટે માફી માંગી છેકહ્યું- હવે હું માત્ર કલાકાર જ નથી પણ ભાજપનો કાર્યકર પણ છું. 'મારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દોનું સન્માન કરવું જોઈએ'
, શિમલા બીજેપી સાંસદ કંગના રનૌતે કેન્દ્ર સરકાર પાસે ત્રણેય કૃષિ કાયદાઓને ફરીથી લાગુ કરવાની માંગ કરી હતી. કંગનાના આ નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે. કંગનાના આ નિવેદનને લઈને વિપક્ષના નેતાઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.
જો કે કંગનાએ પોતાના નિવેદન બદલ માફી માંગી છે. મંડીના સાંસદે કહ્યું કે જો કૃષિ કાયદા અંગે આપવામાં આવેલા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો તે પોતાના શબ્દો પાછા લે છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
