<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો ફટાફટ ફોર્મ ભરી દયો

ઢગલાબન્ધ ભરતી, ધો. 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે

નવી દિલ્હી : જો તમે રેલવેમાં નોકરી મેળવવા માંગો છો, તો તમારી પાસે તમારું સપનું પૂરું કરવાની મોટી તક છે. હાલમાં રેલવેમાં ઘણી જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના દરેક યુવાનો અરજી કરી શકે છે.
દેશમાં નોકરી શોધતા યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે.
જી હાં ભારતીય રેલવે દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ રેલવેમાં સરકારી નોકરી કરવાનું સપનું જોતા હો, તો તમારી પાસે સારી તક છે. હાલમાં ઘણી જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે.
રેલવે ભરતી બોર્ડે નોન-ટેક્નિકલ કેટેગરી (RRB NTPC) ની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
NTPC ભરતી હેઠળ સ્નાતક સ્તરની કુલ 8,113 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટેની અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લઈને અને ભરતી સંબંધિત વિગતવાર માહિતી ચકાસીને અરજી કરી શકે છે.
રેલવે ભરતી બોર્ડે NTPC હેઠળ અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે ભરતી જારી કરી છે. અંડરગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી દ્વારા 3,445 પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ માટેની નોંધણી પ્રક્રિયા 21મી સપ્ટેમ્બર અને 20મી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. હવે પછીની ભરતી એપ્રેન્ટિસની જગ્યાઓ માટે છે. ઈસ્ટર્ન રેલવેએ 3,115 એપ્રેન્ટિસ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે 10માથી ITI પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 24 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
કોંકણ રેલવેએ ટેકનિશિયન, લોકો પાઇલટ સહિત ઘણી ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે 10મું પાસ ગ્રેજ્યુએટ/એન્જિનિયરિંગ ડિગ્રી-ડિપ્લોમા ધારકો અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 190 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2024 છે. ઉમેદવારો વેબસાઈટ konkanrailway.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
રેલવે રિક્રુટમેન્ટ સેલે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. તેના દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની કુલ 1,679 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો 15મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. પ્રયાગરાજ, આગ્રા, ઝાંસી અને ઝાંસી વર્કશોપ સહિત ઉત્તર મધ્ય રેલવે હેઠળના વિવિધ વિભાગો/યુનિટો માટે આ ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcecr.gov.in પર જઈને ફોર્મ ભરી શકે છે.

(8:42 PM IST)