<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

2023-24 દરમિયાન અંદાજિત 3,322 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો રેકોર્ડ સર્જાશે

નવી દિલ્હી : 2023-24 દરમિયાન દેશમાં અનાજનું કુલ ઉત્પાદન ત્રણ હજાર 322 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો અંદાજ છે જે 2022-23ની સરખામણીમાં 26 લાખ મેટ્રિક ટન વધુ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2023-24 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના અંતિમ અંદાજો જાહેર કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ચોખા, ઘઉં અને શ્રી અન્નાના સારા ઉત્પાદનને કારણે ખાદ્ય અનાજના ઉત્પાદનમાં રેકોર્ડ વધારો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ અંદાજો મુખ્યત્વે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.  

ચોખાનું કુલ ઉત્પાદન એક હજાર 378 લાખ મેટ્રિક ટનથી વધુ રેકોર્ડ થવાનો અંદાજ છે, જે 2022-23ની સરખામણીમાં લગભગ 21 લાખ મેટ્રિક ટન વધુ છે. ઘઉંનું ઉત્પાદન 1 હજાર 132 લાખ મેટ્રિક ટનથી વધુ અને શ્રી અણ્ણાનું ઉત્પાદન 175 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો અંદાજ છે

(10:02 PM IST)