News of Wednesday, 25th September 2024
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે, સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી અને કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ થઈ, જ્યારે હવામાન ખાતાએ મુંબઈમાં ગુરુવાર સવાર સુધી નોન સ્ટોપ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું: આવતીકાલે શાળા કોલેજો બંધ જાહેર: ન્યૂઝફર્સ્ટ

મુંબઈ: ૩-૪ કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે, સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી છે અને કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ થઈ, જ્યારે હવામાન ખાતાએ મુંબઈમાં આવતીકાલે ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી નોન સ્ટોપ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરેલ છે અને આવતીકાલે ગુરુવારે શાળા કોલેજો બંધ જાહેર કરેલ છે.
*એરાઈવલ ફ્લાઈટ્સ*
• મોડી પડી : ૧૪૨
• રદ્દ : ૨
• સરેરાશ વિલંબ: ૬૨ મિનિટ
*ડીપાર્ચર ફ્લાઈટ્સ*
• વિલંબિત : ૩૪૬
• રદ્દ : ૪
• સરેરાશ વિલંબ: ૬૫ મિનિટ
• મોટાભાગની એરલાઈન્સ કહે છે કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે, તમામ પ્રસ્થાન/આગમન અને તેમને લગતી, કનેક્ટેડ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ પર સતત નજર રાખે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
