<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓમાં તેજીનો માહોલ સાથે સોનામાં રૂપિયા ૯૦૦ અને ચાંદીમાં રૂપિયા ૩૦૦૦નો ઉછાળો આવ્‍યો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 3,200 ડોલરને પારઃ જ્વેલર્સ દ્વારા સતત ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણ જોવા મળ્યુ

નવી દિલ્‍હીઃ  વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 900 વધી રૂપિયા 77,850 થયા છે. જ્યારે ઔદ્યોગિક યુનિટો તથા સિક્કા ઉત્પાદકો તરફથી વ્યાપક માંગ વચ્ચે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 3000 ઉછળી રૂપિયા 93,000 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 3,200 ડોલરને પાર થયા છે. નબળા ડોલર અને વિશ્વભરની કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે તેવા આશાવાદ વચ્ચે ETF ફંડનું રોકાણ પ્રવાહને સમર્થન મળ્યું છે.જ્વેલર્સ દ્વારા સતત ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણ સોનાના ભાવમાં વધારો કરનારા પરિબળો પૈકી એક છે.
દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ 10 ગ્રામદીઠ સોનું (99.9) રૂપિયા 500 વધી રૂપિયા 77,800 જ્યારે અમદાવાદ સોનું (99.5) રૂપિયા 500 વધી રૂપિયા 77,600 રહ્યા છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 89,500 થયો છે.

(10:29 PM IST)